ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં ભાજપની બલ્લે બલ્લે, જાણો રાષ્ટ્રીય રાજકારણમાં શું ફેરફારો આવશે

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી : ભાજપને 2024 લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ સવાલ ઉઠી રહ્યા હતા કે, હવે ભાજપની પડતીનો સમય આવી ગયો છે. પરંતુ એ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણી ગણિત ફેરવી તોળ્યું છે. અને બધા જ સવાલો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

દિલ્હીની ચૂંટણી હરિયાણા અને મહરાષ્ટ્ર કરતાં અઘરી હતી. અહીં ભાજપ લોકપ્રિય થઈને પણ હારી રહી હતી. ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ દિલ્હીમાં ક્લીન સ્વીપ સાથે રાજ કરતી હતી. તો વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગત ત્રણ વિધાનસભામાં ચૂંટણીમાં કમળની સફાઈ કરી રહ્યું હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની ફ્રીબીઝ આગળ ભાજપનું આગળ નીકળવું મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય જેવું લાગી રહ્યું હતું. પરિસ્થિતિ પણ ભાજપ તરફી નહતી. અરવિંદ કેજરીવાલની પરિસ્થિતિમાં જ ઝારખાંડમાં હેમંત સોરેન સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં દિલ્હીમાં ભાજપની જીત પથ્થર પર કમળના ખીલવા બરાબર છે. ચાલો જોઈએ કે, રાષ્ટ્રીય રાજકારણમાં દિલ્હીમાં ભાજપની જીતના શું પ્રભાવ પડશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જૂનું સ્વરૂપ પાછું આવશે
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો શરૂ થઈ ગયો છે. હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, જો ભાજપ દિલ્હીમાં પણ કેસરિયો લહેરાવવામાં સફળ થાય છે, તો એ વાત નક્કી છે કે ફરી એકવાર માની લેવામાં આવશે કે, નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. બે દિવસ પહેલાં જ લોકસભામાં બોલતી વખતે નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો હતો કે, દેશની સેવા કરવા માટે મારી પાસે હજુ ઘણાં વર્ષો બાકી છે. આ મારો ત્રીજો કાર્યકાળ છે અને જો જરૂર પડશે તો હું દેશની સેવા કરતો રહીશ’. સ્વાભાવિક છે કે, તેમના નિવેદનથી સંકેત મળે છે કે, તેઓ 2029ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પણ કરી શકે છે. દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ, ભાજપમાં કોઈ તેમને પડકારવાની હિંમત નહીં કરે. તેના બદલે, પાર્ટીની મજબૂરી હશે કે, મોદી જેવા ચૂંટણી વિજેતા નેતાને અત્યારે નિવૃત્ત કરવાની કોઈ જરૂર નથી. તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત એવું લાગતું હતું કે, RSS અને ભાજપ વચ્ચેનું અંતર વધી ગયું છે અથવા સરકાર પર RSS ની દખલગીરી વધી શકે છે. પરંતુ, દિલ્હીમાં વિજય ફરી એકવાર નરેન્દ્ર મોદીને એટલા મજબૂત બનાવશે કે, કોઈપણ સંગઠન માટે તેમને પડકારવાનું મુશ્કેલ બનશે.

કોંગ્રેસને હાંસિયા પર રાખીને ફરી એકજૂટ થશે ઈન્ડિયા ગઠબંધન?

2024ની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ, કોંગ્રેસને લાગવા લાગ્યું કે તે એકલા મોદી સરકારનો સામનો કરી શકશે. આ જ કારણ હતું કે, ઈન્ડિયા ગઠબંધન વેરવિખેર થવાની વાતો થઈ રહી હતી. કોંગ્રેસના અતિશય ઉત્સાહનું પરિણામ એ આવ્યું કે પ્રાદેશિક પક્ષો તેમના અસ્તિત્વ વિશે વધુને વધુ ચિંતિત થવા લાગ્યા. સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના યુબીટી, આમ આદમી પાર્ટી જેવા પક્ષો કોંગ્રેસથી અલગ રહીને પોતાના અસ્તિત્વ અંગે સભાન બન્યા. પરંતુ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ, ફરી એકવાર વિપક્ષને લાગશે કે, ભાજપને એકલા હરાવવું અશક્ય છે. તેથી, ફરી એકવાર ઈન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ થઈ શકે છે. પરંતુ, શક્ય છે કે આ વખતે કોંગ્રેસનો પહેલા જેવો દબદબો ન રહે.

એક દેશ-એક ચૂંટણી જેવા બિલને લઈને ભાજપનો આત્મવિશ્વાસ વધશે

દેશની સસંદમાં અનેક બિલ એવા છે, જે પાસ થવાની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ, ભાજપ તેને સંસદીય સમિતિ પાસે મોકલી રહી છે. બીજા શબ્દોમાં કહી તો પાર્ટી જાણી જોઈને ટાઇમ પાસ કરી રહી છે. પરંતુ, જ્યારે જનતામાં પાર્ટીની લોકપ્રિયતા ટોચ પર હશે તો ભાજપ આ તમામ બિલને પાસ કરવાનો સાહસ એકઠો કરી શકશે. સહયોગી પાર્ટીને પણ લાગવું જોઈએ કે, અમે જેની સાથે છે જનતા પણ તેમની સાથે છે. દિલ્હીની જીત બાદ એક દેશ-એક ચૂંટણી અને વક્ફ બોર્ડ સંશોધન બિલ જલ્દી પાસ કરવા માટે પાર્ટી સક્રિય થઈ શકશે.

સંઘની શક્તિની સમીક્ષા થશે

લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપના ચૂંટણી પ્રચારથી દૂરી બનાવી લીધી હતી. હકીકતમાં, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાની એ વાત સંઘને અસર કરી ગઈ હતી, જેમાં નડ્ડાએ ઈશારો કર્યો હતો કે, હવેસ ભાજપને સંઘના ટેકાની જરૂર નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપને અપેક્ષિત સફળતા ન મળવાની પાછળ આ કારણ સામે આવ્યું હતું કે, સંઘે ભાજપના પ્રચારથી દૂરી બનાવી લીધી હતી. ત્યારબાદ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં આરએસએસ સંપૂર્ણ રીતે સક્રિય રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પણ સંઘે ઘણી મહેનત કરી હતી. અહેવાલો અનુસાર, દિલ્હીમાં સંઘે મતદાન પહેલાં આશરે 50 હજાર ડ્રાઇંગ રૂમ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં મધ્યમ વર્ગના લોકોના ઘરમાં જઈને સમજાવવામાં આવ્યું કે, કેમ ભાજપને ફરી જીતવું જરૂરી છે. આ લોકોને એ માટે તૈયાર કરવામાં આવ્યા કે, તે ખુદ તો મતદાન કરવા જાય પરંતુ, બીજાને પણ બૂથ સુધી લઈ જાય. સ્પષ્ટ છે કે, હવે સંઘની શક્તિની સમીક્ષા થશે કે, પાર્ટી અને સંઘ વચ્ચે કેટલી નિકટતા અથવા કેટલી દૂરી હોવી જોઈએ?

આ પણ વાંચો :શું ભાજપના મોહન સિંહ બિષ્ટ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આપ્યું મોટું નિવેદન 

પીએમ મોદીના મેનેજમેન્ટે રચ્યો ઇતિહાસ, દિલ્હીમાં આ રીતે 27 વર્ષના વનવાસનો આવ્યો અંત 

ભાજપની લહેરમાં પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવનાર AAPના આ 3 મંત્રીઓ કોણ છે?

હોમ લોન ચાલુ છે? તો જાણો તમારા EMIમાં કેટલો ઘટાડો થઈ શકે છે? સંપૂર્ણ ગણિત સમજો 

VIRAL VIDEO/ ભેંસે વાછરડાને જન્મ આપ્યો, દ્રશ્ય જોઈને લોકો દંગ રહી ગયા!

હાઇવે કે એક્સપ્રેસ વે પર ‘મદદ’ની જરૂર છે? તો NHAI ના આ નંબર પર કરો ડાયલ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button