નેશનલ

ભાજપનો રાહુલ ગાંધી પર વાર, પાકિસ્તાન અને કોંગ્રેસની ભાષા એક જ છે !

Text To Speech

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ સતત રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. સંસદમાં તેમના અવાજને દબાવવાના નિવેદનને લઈને ભાજપ નેતા સતત લોકસભા અને રાજ્યસભામાં હોબાળો કરી રહ્યા છે. એટલું જ નહીં રાહુલ માફી માગે તે વાત પર જ ભાજપ જીદે ચડી છે. જેના કારણે રાજ્યસભા અને લોકસભા 20 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે, તો બીજી તરફ ભાજપ અધ્યક્ષે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, પાકિસ્તાન અને કોંગ્રેસની ભાષા એક જ છે.

ભાજપ અધ્યક્ષનો રાહુલ ગાંધી પર પ્રહાર

હાલમાં જ વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું, કમનસીબે કોંગ્રેસ પાર્ટી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ગઈ છે. જનતા દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવી હોવા છતાં હવે રાહુલ ગાંધી દેશવિરોધી ટૂલકિટનો કાયમી હિસ્સો બની ગયા છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાલ ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની રહ્યું છે અને જે સમયે જી20ની બેઠકો યોજાઈ રહી છે, રાહુલ ગાંધી વિદેશી ભૂમિ પર દેશ અને સંસદનું અપમાન કરી રહ્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે આ બધાની પાછળ તેમનો ઈરાદો શું છે ?

પાકિસ્તાન અને કોંગ્રેસની એક જ ભાષાઃ જે પી નડ્ડા

રાહુલ ગાંધી માફી માગે તેવી જીદ પર ભાજપ અડી ગઈ છે. આજે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને ફરી એક વખત રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી કરી હતી. નડ્ડાએ કહ્યું, રાહુલ ગાંધીએ તેમના પાપ માટે દેશની માફી માગવી જોઈએ. પાકિસ્તાન અને કોંગ્રેસની એક જ ભાષા છે.

આ પણ વાંચો : રાહુલે કહ્યું- અદાણી પર કેટલાક સવાલ પૂછ્યા હતા, તેથી જ હંગામો થઈ રહ્યો છે

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતાં વધુમાં કહ્યું કે કોઈ અન્ય દેશ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દરમિયાનગીરીની માંગ કરવી એ ભારતના સાર્વભૌમત્વ પર હુમલો છે. હું રાહુલ ગાંધી પાસેથી જાણવા માગું છું કે યુરોપ-અમેરિકાને ભારતની બાબતોમાં દખલગીરી કરવા માટે ઉશ્કેરવા પાછળ તેમનો ઈરાદો શું છે ? તમારે તેના માટે માફી માગવી પડશે.

આ પણ વાંચો : ‘જો મને સદનમાં બોલવા દેવામાં આવશે તો…’, રાહુલ ગાંધીએ BJPની માફીના સવાલ પર આપી પ્રતિક્રિયા

Back to top button