અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા જનતા સામે આવી: આમ આદમી પાર્ટી

  • અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા/સુરેન્દ્રનગર/અમરેલી/જામનગર/ભાવનગર/બોટાદ/ભરૂચ/નર્મદા/મહેસાણા/ગાંધીનગર/ગુજરાત

ગુજરાત  14 જુલાઈ 2024 : ગુજરાત રાજ્યની GMERS ની તમામ મેડિકલ કોલેજમાં અસહય ફી વધારો ઝીકવામાં આવ્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા NSUI નાં વિદ્યાર્થીઓએ ગ્રહ વિરોધ કરી તમામ કોલેજના સંચાલકોને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માટે માંગણી કરી હતી. જોકે વિરોધ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ફી વધારા મુદ્દે ફરી વિચારણા કરીને સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે. જેને લઈને હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ આજે પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.

વડોદરા
વડોદરા

મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું ખતમ
પ્રદેશ આપ કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફીના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફી માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

મોરબી
મોરબી

ગુજરાત સરકાર મોંઘી ફીના નામે વાલીઓને લૂંટી રહી છે

AAP પ્રદેશ નેતાઓનાં જણાવ્યા મુજબ હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.

આ પણ વાંચો : અમદાવાદ: બાવળામાં બોગસ હોસ્પિટલ ઝડપાવાનો કેસ,મેહુલ ચાવડા સહિત 3 સામે ગુનો દાખલ

Back to top button