ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર નડ્ડા અને શાહ એક જ દિવસમાં જંગી સભા ગજવશે

Text To Speech

વિધાનસભાની ચૂંટણી માટે હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર માટે એવું કહી શકાય કે માત્ર 1 અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે દરેક પાર્ટી જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. જેના માટે મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે દરેક પક્ષ દ્વારા રોડ શોથી લઈને વિશાળ ચૂંટણી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મોદી-શાહ નો પ્રચંડ પ્રચાર : બનાસકાંઠાના પાલનપુર-ડીસામાં ગજવશે જાહેરસભા

આજે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીઓ છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધિત કરશે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા ભાજપની 4-4 રેલીઓને સંબોધિત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજનો ચૂંટણી કાર્યક્રમ

જાહેરસભા- 1 ખંભાત વિધાનસભા

સમય- સવારે 11:30 વાગ્યે, સ્થળ- ખંભાત, આણંદ

જાહેરસભા-2 થરાદ વિધાનસભા

સમય- બપોરે 2:00 વાગ્યે સ્થળ- થરાદ, બનાસકાંઠા

જાહેરસભા- 3 ડીસા વિધાનસભા

સમય- બપોરે 3:30 વાગ્યે સ્થળ- ડીસા, બનાસકાંઠા

જાહેર સભા 4: સાબરમતી વિધાનસભા

સમય: 05:30 PM સ્થળ: સાબરમતી, અમદાવાદ

ગુજરાતમાં જેપી નડ્ડાની જાહેરસભાઓ:

જાહેર સભા-1 વિધાનસભા- શહેરા

સમય- સવારે 11:00 વાગ્યે

સ્થળ- આનિયાદ ક્રોસ રોડ, શેહરા

જાહેર સભા-2 વિધાનસભા- ચાણસ્મા

સમય- બપોરે 1:50 વાગ્યે

સ્થળ- સરદાર ચોક, ચાણસ્મા

જાહેર સભા-3 વિધાનસભા- નિકોલ

સમય સાંજે 7:50 વાગ્યે

સ્થળ- AMC મેદાન, વિરાટનગર, અમદાવાદ

આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ પણ ચૂંટણી પ્રચારની કમાન સંભાળવા જઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. તેઓ 28મી નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે.

Back to top button