ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપનું આજે 12 કલાકનું બંગાળ બંધ, મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી રહ્યા છે

કોલકાતા, 28 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના કોલકાતાની RG કર હોસ્પિટલના ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો મામલો ચર્ચામાં છે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનને ‘નબન્ના અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનો વિરોધ આજે બુધવારે પણ ચાલુ રહેશે. દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટીએ 12 કલાક એટલે કે બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધી બંગાળ બંધનું એલાન આપ્યું છે. જેને પગલે મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ દોઢ કલાક રોકવામાં આવી હતી. તે જ સમયે, લોકો બેરકપુર સ્ટેશન પર રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. મમતા બેનરજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, બુધવારે બંધ રહેશે નહીં. જો કોઈ સરકારી કર્મચારી ઓફિસ નહીં પહોંચે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આ નબન્ના અભિયાનનું બીજ પણ આજની જુનિયર તબીબોની હડતાળ જ છે.

 

અલીપુરદ્વારમાં બીજેપી કાર્યકરની ધરપકડ

બંગાળના અલીપુરદ્વારમાં પોલીસે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરની ધરપકડ કરી છે. નબન્ના પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે બંગાળમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.

મમતા સરકારનું વલણ ઘૃણાસ્પદ છેઃ ભાજપના નેતા

બંગાળમાં ભાજપનું 12 કલાકનું બંધ છે. આ દરમિયાન બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે, મમતા સરકારનું વલણ ખૂબ જ ઘૃણાજનક છે. પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. તેઓએ કેમિકલ ભેળવ્યું અને વિરોધીઓ પર પાણીનો વરસાદ કર્યો. આ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. અમારો વિરોધ ચાલુ રહેશે.

 

બંગાળ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, અમને સામાન્ય હડતાળ બોલાવવાની ફરજ પડી છે, કારણ કે આ નિરંકુશ શાસન પ્રજાના અવાજની અવગણના કરી રહ્યું છે. જેઓ મૃતક ડોક્ટર બહેન માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ન્યાયને બદલે મમતા બેનરજીની પોલીસ રાજ્યના શાંતિપ્રેમી લોકો સાથે અસંસ્કારી વર્તન કરી રહી છે.

આ પણ જૂઓ: જમ્મુ કાશ્મીરના કુલગામમાં ટાર્ગેટ કિલિંગનું કાવતરું નિષ્ફળ, છ આતંકીઓની ધરપકડ; પિસ્તોલ-કારતૂસ જપ્ત

Back to top button