

17 સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેની દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે, સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવવા માટે, તમિલનાડુમાં અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આ જ દિવસે જન્મ લેનાર નવજાત શિશુઓને સોનાની વીંટી અને 720 કિલો માછલી આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા તમામ નવજાત શિશુઓને 2 ગ્રામ વજનની સોનાની વીંટી:
કેન્દ્ર સરકારમાં મત્સ્યોદ્યોગ અને માહિતી પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને ગુરુવારે જણાવ્યું હતું કે ચેન્નાઈમાં સરકારી RSRM હોસ્પિટલની ઓળખ કરવામાં આવી છે. અહીંની હોસ્પિટલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા તમામ નવજાત શિશુઓને 2 ગ્રામ વજનની સોનાની વીંટી અર્પણ કરવામાં આવશે. આ વીંટીની કિંમત 5 હજાર રૂપિયા હશે. પાર્ટીના સ્થાનિક યુનિટે તે દિવસે હોસ્પિટલમાં આશરે 10-15 ડિલિવરીનો અંદાજ લગાવ્યો છે. મુરુગને કહ્યું કે તમામ નવજાત શિશુઓનું સ્વાગત કરીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
જન્મદિવસને યાદગાર બનાવવા અનેક જગ્યાએ ઉજવણી:
તેમજ 30 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરુણસિંહલ તરફથી પણ તમામ રાજ્યના એકમોને ત્રણ પાનાનો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોને પીએમના જન્મદિવસને ‘સેવા પખવાડીયા’ તરીકે ઉજવવાનું કહેવામાં આવ્યું છે, આ સાથે જ સમગ્ર દેશમાં પીએમના જન્મદિવસ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ સહિત અનેક કેમ્પ યોજવામાં આવશે. તેમજ પાર્ટી દ્વારા આ દિવસે કોઈપણ પ્રકારની કેક ન કાપવા અને હવન વગેરે ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા તમિલનાડું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અનોખી યોજના સાથે ઉજવણી કરવા જઈ રહ્યા છે. રાજ્યમંત્રીનું કહેવું છે કે લોકોને 720 કિલો માછલી આપવા માટે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના મતવિસ્તારની પસંદગી કરવામાં આવી છે.
તેમણે કહ્યું, “પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછલીના વપરાશને પ્રોત્સાહિત કરે છે અને તેથી, અમે તેનું વિતરણ કરી રહ્યા છીએ. અમે સારી રીતે જાણીએ છીએ કે પીએમ મોદી શાકાહારી છે. ફિશરીઝ મિનિસ્ટરે એમ પણ કહ્યું કે વડાપ્રધાને 720ના આંકડા સુધી પહોંચવું જોઈએ અને તેઓ આ વર્ષે 72 વર્ષના થઈ રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાનના જન્મદિવસને કોસ્ટલ ક્લીનલીનેસ ડે તરીકે પણ ઉજવવામાં આવશે.