ટ્રેન્ડિંગનેશનલ

‘ભાજપના લોકો પૂજા પાલને મારી નાંખશે અને અમારે જેલ જવું પડશે…’ અખિલેશ યાદવનો મોટો આરોપ

ઉત્તર પ્રદેશઃ 24 ઓગસ્ટ, 2025: UP Politics: સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય પૂજા પાલના જીવને જોખમ છે અને આ પાછળ ભાજપનો હાથ હશે. ભાજપના લોકો પૂજા પાલને મારી નાખશે અને અમારે જેલ જવું પડશે. તેથી, પૂજા પાલને કોણ ધમકી આપી રહ્યું છે તે શોધવા માટે તપાસ થવી જોઈએ.’

યુપી સરકાર પર વિશ્વાસ કરી શકાય…

અખિલેશ યાદવે કહ્યું કે, ‘યુપી સરકાર પર વિશ્વાસ ન કરી શકાય. જો કોઈને લાગે છે કે મુખ્યમંત્રીને મળ્યા પછી પણ જીવ જોખમમાં છે, તો આ એક ગંભીર બાબત છે. સપાએ આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને સંપૂર્ણ તપાસની માંગ કરી છે. પૂજા પાલ લાંબા સમય સુધી સપા સાથે હતી અને તે દરમિયાન તેમને ક્યારેય પોતાના જીવને કોઈ ખતરો નહોતો. કે હવે વાતાવરણ બદલાઈ ગયું છે અને ષડયંત્ર રચાઈ રહ્યું છે.’

શું છે આખો કેસ?

નોંધનીય છે કે, બે દિવસ પહેલા પૂજા પાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્ર શેર કર્યો હતો અને અખિલેશ યાદવ પર આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું કે ‘જો મારા પતિની જેમ મારી હત્યા કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ તેના માટે જવાબદાર રહેશે.’

યોગી આદિત્યનાથના કર્યા વખાણ

આ વિવાદ વચ્ચે, 14 ઓગસ્ટે અખિલેશ યાદવે પૂજા પાલને સપામાંથી હાંકી કાઢ્યા હતાં. હકીકતમાં, વિધાનસભા સત્ર દરમિયાન, પૂજા પાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ‘તેમણે માફિયા અતિક અહેમદને ખતમ નાખ્યો છે.’ તેમની ટિપ્પણીના લગભગ આઠ કલાક પછી, પાર્ટીએ તેમને કાઢી મૂક્યા હતાં.

હવે અખિલેશ યાદવના આ નિવેદનથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવી હલચલ મચી ગઈ છે. ભાજપ અને સપા આમને-સામને છે અને મામલો વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ શુદ્ધ સોનાની શબપેટી, રોલ્સ રોયસ કારમાં અંતિમયાત્રા… આ રીતે વ્યક્તિને અંતિમ વિદાય આપવામાં આવી

આ પણ વાંચોઃ ત્રણ હોસ્પિટલો, 460 મહિલાઓના ગુપ્ત વીડિયો; ઓસ્ટ્રેલિયન ડૉક્ટર સામે ગંભીર આરોપ

Back to top button