ટોપ ન્યૂઝનેશનલ

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મુદ્દે તમામ પાર્ટીઓનું ભાજપને મળશે સમર્થન, જાણો કોણે કહ્યું આમ ?

Text To Speech
  • કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા
  • દેશના તમામ લોકોને એકજૂથ અને સામેલ કરીને કાયદો બનાવવો એ સમયની જરૂરિયાત
  • સુપ્રીમ કોર્ટે અલગ-અલગ નિર્ણયોમાં પાંચ વખત UCC લાવવાની વાત પણ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે રવિવારે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાજસ્થાનમાં લોકો અશોક ગેહલોત સરકારની નીતિઓને પસંદ નથી કરી રહ્યા. આ વખતે જનતાએ રાજસ્થાનમાં રાજ્ય સરકાર બદલવાનો નિર્ણય લીધો છે. એકજૂથ વિપક્ષથી કોઈ ફરક પડવાનો નથી. ગોયલે વધુમાં કહ્યું કે, એમકે સ્ટાલિન તમિલનાડુની બહાર એક પણ મતને પ્રભાવિત કરી શકતા નથી, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની બહાર એક પણ મતને પ્રભાવિત કરી શકતા નથી. આ સંયુક્ત વિરોધ ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન છે.

પીયૂષ ગોયલે UCC પર આ વાત કહી

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મુદ્દે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ પાગલ થઈ ગયા છે. દેશના તમામ લોકોને એકજૂથ અને સામેલ કરીને કાયદો બનાવવો એ સમયની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટે અલગ-અલગ નિર્ણયોમાં પાંચ વખત UCC લાવવાની વાત પણ કરી હતી.

તમામ પક્ષોનું સમર્થન મળશે

તેમણે કહ્યું કે મને લાગે છે કે કપિલ સિબ્બલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓ માટે કરેલા વિકાસ કાર્યોને ભૂલી ગયા છે. રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમતી છે અને મને લાગે છે કે અન્ય પક્ષોના ઘણા નેતાઓ છે જેઓ ઈચ્છે છે કે દેશ એક થાય. મને લાગે છે કે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી પાર્ટીઓ ભાજપને સમર્થન આપશે. આ માટે અમને તમામ પક્ષોનું સમર્થન મળશે.

Back to top button