આવી ગઈ તારીખ: દિલ્હી ચૂંટણી પછી ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીમાં જોરદાર તૈયારીઓ શરુ


નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2025: ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે. સંગઠન ફેબ્રુઆરી સુધીમાં પસંદગી પ્રક્રિયા પુરી કરે તેવી આશા છે. માનવામાં આવે છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી વોટિંગ છે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. ત્યારે આવા સમયે ભાજપનું ફોકસ દિલ્હી ચૂંટણી પર છે અને જીત માટે સંગઠન પુરી તાકાત લગાવી રહ્યું છે. ત્યારે આવા સમયે જેપી નડ્ડા અધ્યક્ષ રહેતા ભાજપ આ ચૂંટણી જીતવા માગશે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે ભાજપ અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. ભાજપમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. મંડળથી લઈને જિલ્લા અને પ્રદેશ એકમોના અધ્યક્ષ ચૂંટવામાં આવી રહ્યા છે.
હાલમાં થઈ રહી છે રાષ્ટ્રીય પરિષદ અને પ્રદેશ પરિષદ સભ્યની પસંદગી
આ ઉપરાંત રાષ્ટ્રીય પરિષદ અને પ્રદેશ પરિષદના સભ્યોની પણ પસંદગી થઈ રહી છે. જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે અને નવા અધ્યક્ષની ચૂંટશે. જો કે હજુ સુધી ફક્ત ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની જ ચૂંટણી થઈ છે.
આ પણ વાંચો: સૈફ પર હુમલો કરનારો ઝડપાયો: મુંબઈ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ખુલાસો કર્યો, બાંગ્લાદેશી હોવાની શંકા