આવનારી ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી દીધી છે. ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ યાત્રા કાઢશે. મળતી માહિતી મુજબ આ યાત્રાની શરૂઆત 7 ઓક્ટોબરથી થશે. આ યાત્રામાં ભાજપના પ્રદેશ નેતાઓની સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે.
હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલકાતે છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા પણ ચૂંટણીને લઈને મેદાનમાં ઉતરી ગયા છે. સોમવારે વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
ખાસ વાત એ છેકે ગાંધીનગર ખાતે 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્ષ્પોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહી શકે છે. જેથી વિધાનસભાની ચૂંટણી 20 ઓક્ટોબર બાદ જ જાહેર થઈ શકે છે. તેમજ દિવાળી પણ 24 ઓક્ટોબરના છે આ વચ્ચે ચૂંટણીનો ધમધમાત ત્યારે જોવા મળી છે. આ સાથે જ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરમાં ચૂંટણીનું આયોજન થઈ શકે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
હાલ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. જ્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીથી લઈ વરિષ્ઠ નેતાઓ નવરાત્રિથી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી છેલ્લા 2 મહિનાથી સતત ગુજરાત પ્રવાસ કરી પોતાની પાયાની જમીન બનાવી રહ્યા છે. એટલે ચૂંટણી માટે તમામ પક્ષોની તૈયારી પણ શરૂ છે.
આ પણ વાંચો : દિવાળી પહેલાં ચૂંટણી થશે જાહેર, પાટીલે આપ્યા સંકેત