આખરે વાઘોડિયા બેઠક પર ભાજપ નેતા ન માન્યા અને પાર્ટી છોડી
ભાજપે ઉમેદવારોના નામની ચાદી જાહેર થઈ ગઈ છે અને જે બાકી રહ્યા છે તે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ જશે ત્યારે ભાજપે જાહેર કરેલી યાદીથી નારાજ ભાજપ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ના મળતા નારાજગી જોવા મળી હતી. જે બાદ નારાજ મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં અપક્ષમાંથી ચૂંટણી લડવાનો સૂર ઉચ્ચાર્યો છે. ત્યારે આજે ધારાસભ્યએ ભાજપને રાજીનામું ધરી દીંધુ છે.
શ્રીવાસ્તવએ ભાજપને આપ્યું રાજીનામું
ભાજપ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપને રાજીનામું આપી રામ રામ કહી દેતા હવે તે અપક્ષ કા તો પછી શિવશેના માંથી પણ ઉમેદવારી કરી શકેની ચર્ચાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપમાંથી ટિકિટ ના મળતા નારાજ મધુ શ્રીવાસ્તવ અને તેમના કાર્યકરો રોષે ભરાયા છે. જે અંગે શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે મે મારી રાજકીય કારકીર્દીમાં એક રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. મને ભાજપે આટલા વર્ષ તક આપી તે માટે તેનો આભાર માનું છુ.
આ પણ વાંચો:ચૂંટણીમાં કોઈ કોઈનું કોઈ નહીં તે સાબિત થશે !
6 ટર્મથી વાઘોડિયા બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વડોદરના વાઘોડિયા બેઠક પર છેલ્લા 6 ટર્મથી શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે તેમ છત્તા તેમની ટિકિટ કાપી ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી છે. આથી મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.