ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપની શરણાગતિ! મહિલા ઉત્પીડનના શકમંદ બ્રિજભૂષણના પુત્રને કૈસરગંજથી આપી ટિકિટ

Text To Speech

ઉત્તર પ્રદેશ, 2 મે : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બહુપ્રતિક્ષિત રાયબરેલી સીટ અને કૈસરગંજના ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ચર્ચા મુજબ, પાર્ટીએ કૈસરગંજ બેઠક પરથી બ્રિજ ભૂષણના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી છે. પાર્ટીએ રાયબરેલીના ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે. પાર્ટીએ અહીં દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

કોણ છે કરણ ભૂષણ સિંહ

ભાજપે તેના વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ કરી છે અને કૈસરગંજ બેઠક પરથી તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. વાસ્તવમાં કરણ ભૂષણ સિંહ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નાના પુત્ર છે. 13 ડિસેમ્બર 1990ના રોજ જન્મેલા કરણ ભૂષણ એક પુત્રી અને એક પુત્રના પિતા છે. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચુક્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરણ ભૂષણે ડૉ.રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાંથી BBA અને LLBની ડિગ્રી મેળવી છે. તેણે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કર્યો છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ કુસ્તી સંઘના પ્રમુખ છે. તેઓ કોઓપરેટિવ વિલેજ ડેવલપમેન્ટ બેંક (નવાબગંજ, ગોંડા)ના પ્રમુખ પણ છે. આ તેમની પ્રથમ ચૂંટણી છે.

આ પણ વાંચો :શું ચેન્નાઈમાં બિરયાનીમાં બિલાડીનું માંસ વપરાય છે? બિલાડીની ચોરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ

Back to top button