ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણ ભારતમાં પગદંડો જમાવવાના પ્રયાસમાં ભાજપ, ટીડીપી-જનસેનાને સરકારમાં મળી શકે છે મોટી જવાબદારીઓ

Text To Speech

નવી દિલ્હી, 9 જૂન : નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ઘણા સાંસદોને તેમની મંત્રી પરિષદમાં સામેલ કરશે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દક્ષિણના રાજ્યોમાં તેના સાથી પક્ષોને પુરસ્કાર આપતા જોવા મળશે. સૂત્રોએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશમાંથી જીતેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને ભાજપના 2-2 સાંસદો મોદી સાથે મંત્રી તરીકે શપથ લેશે. આંધ્ર પ્રદેશમાં NDAએ 25માંથી 21 લોકસભા સીટો જીતી છે. રાજ્યમાં એનડીએના ઘટક તરીકે ભાજપ, ટીડીપી અને જનસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વખતના સાંસદ કે. રામ મોહન નાયડુને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે પ્રથમ વખત સાંસદ ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીને રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. ઉદ્યોગપતિ અને ટીડીપીના નેતા જયદેવ ગલ્લાએ બંને નેતાઓને મંત્રીમંડળમાં તેમના સંભવિત સમાવેશ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આંધ્ર પ્રદેશમાં ભાજપે 3 બેઠકો જીતી છે. નવા ચૂંટાયેલા સાંસદ અને પાર્ટીના રાજ્ય એકમના વડા ડી. પુરંદેશ્વરી અને નરસાપુરમના સાંસદ ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

જનસેનાને લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ મળવાની શક્યતા

આંધ્રપ્રદેશમાં 2 બેઠકો જીતનાર જનસેનાને લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ મળવાની શક્યતા છે. બીજેપીને તેલંગાણામાં જોરદાર સફળતા મળી છે અને રાજ્યની 17માંથી 8 સીટો જીતી છે. બંદી સંજય અને જી કિશન રેડ્ડી રાજ્યમાંથી મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટકમાં ભાજપના ક્વોટામાંથી 4 સાંસદોને સરકારમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે સહયોગી જનતા દળ (સેક્યુલર)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે. કર્ણાટકમાં NDAને 28માંથી 19 બેઠકો મળી છે. જેમાં ભાજપની 17 બેઠકો અને જનતા દળ (સેક્યુલર)ની 2 બેઠકોનો સમાવેશ થાય છે.

Back to top button