ભાજપ પ્રદેશ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી દીધા ‘ભુવા’, જુઓ વિડીયો
હાલમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુવા ગણાવ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા થોડાં દિવસથી ચૂંટણી પ્રવાસ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિવિધ મતક્ષેત્રની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમણે સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના કાકોશી ચોકડી ખાતે સભા સંબોધી હતી.
આ સભામાં સ્થાનિક નેતા સાંસદ ભરતસિંહ ડાભી, અલ્પેશઠાકોર, નંદાજીઠાકોર, બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપ નેતાઓ રોડ શોમાં હાજર હતા. તે દરમિયાન સી આર પાટીલે નિવેદન આપ્યુંકે, સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી છે. એક બાદ એક નારિયેળ ફેંકતા જાય છે. બધા નારિયેળ ગુજરાતમાં લેતા આવે છે.
તેમજ તેમણે કહ્યું કે, આખા ગુજરાતમાં હવે કોઈ નદી સૂકી નહીં રહે, પાણીના વલખા મારતો પ્રદેશ હવે ભૂતકાળ બની જશે. મોદી હૈ તો મુમકીન હૈ. આખો દેશ વિવિધ રીતે વિકાસના કામો સાથે દુનિયાને બતાવી રહ્યો છે કે, અમે વિકાસમાં પાછળ નથી. મોદી એક બાર નહીં બાર-બાર આવશે. કોંગ્રેસનું કામ બોલે પર પ્રહાર કરતાં પાટીલે કહ્યુ કે, 27 વર્ષ દૂર રાખવાથી સજા પૂરી થઇ નથી. હજુ 50 વર્ષ સતાથી દૂર રાખવાની છે.
અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અરવિંદભાઈએ તેમના પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી દીધો છે. હાલની નોટોમાંથી પણ મહાત્મા ગાંધીનો ફોટો હટાવી ના લેય એના માટે સાઉચેત રહેવાની જરૂર છે. ચલણી નોટો પર લક્ષ્મીજીનો ગણપતિના ફોટોની કેજરીવાલની માંગને લઈ સીઆર પાટીલે આવું નિવેદન આપ્યું છે.