ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે
ચંદીગઢ (હરિયાણા), 12 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે JJPનું ગઠબંધન તૂટ્યું છે. CM મનોહર લાલે ખટ્ટરે રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ સવારે 11.50 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને તેમની સમગ્ર કેબિનેટનું રાજીનામું સોંપ્યું હતું. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સૈની નવા મુખ્યમંત્રી બનશે.નવા મુખ્યમંત્રી તરીકે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથગ્રહણ કરશે.
લોકસભામાં સીટ શેરિંગ મામલે ગઠબંધન તૂટ્યું
JJPએ લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં 1 થી 2 બેઠકોની માંગ કરી રહી હતી, જ્યારે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય સંગઠન તમામ 10 બેઠકો પર પોતાની રીતે ચૂંટણી લડવા માગે છે. આ કારણે ગઠબંધન તૂટ્યુ છે. JJPના રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સોમવારે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા પરંતુ સીટ વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. હરિયાણામાં જેજેપી સાથે ગઠબંધન તૂટી ગયું પરંતુ ભાજપ પાસે બહુમત છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી ભાજપના પોતાના 41 ધારાસભ્યો છે. તેને 6 અપક્ષ અને એક હલોપા (HLP)ના ધારાસભ્યનું સમર્થન છે, એટલે કે ભાજપ પાસે 48 ધારાસભ્યો છે. બહુમત માટે 46 બેઠકો જરૂરી છે.
ગઠબંધન તૂટી ગયું પરંતુ ભાજપ પાસે બહુમત છે
ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ JJPમાં બળવો થયો છે. JJPએ દિલ્હીમાં તમામ 10 ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ 5 ધારાસભ્યો પહોંચ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ચંદીગઢમાં છે અને ભાજપના સંપર્કમાં છે. હરિયાણામાં જેજેપી સાથે ગઠબંધન તૂટી ગયું પરંતુ ભાજપ પાસે બહુમત છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી ભાજપના પોતાના 41 ધારાસભ્યો છે. તેને 6 અપક્ષ અને એક હલોપા (HLP)ના ધારાસભ્યનું સમર્થન છે, એટલે કે ભાજપ પાસે 48 ધારાસભ્યો છે. બહુમત માટે 46 બેઠકો જરૂરી છે.
આ પણ વાંચોઃહરિયાણામાં BJP-JJP ગઠબંધનમાં ભંગાણ! મનોહરલાલ ખટ્ટરે CM પદ પરથી આપ્યું રાજીનામું