ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, બાયોડેટા આપવા માટે એક માત્ર ક્રાઇટ એરિયા
આજથી બીજેપીએ ઉમેદવાર પસંદગી માટે શ્રી ગણેશ કર્યા છે. જેમાં રાજ્યભરમાં નેતાઓ પોતાની ઉમેદવારી માટે બાયોડેટા સાથે પહોંચી રહ્યા છે. 3 દિવસ ચાલનારી પ્રક્રિયામાં નેતાઓ પોતાનું નશીબ અજમાવવા પહોંચી રહ્યા છે. તેમાં અમદાવાદની 16 બેઠક પૈકી 8 સીટ માટે આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં નેતાઓ નશીબ અજમાવશે. તથા અનેક નેતાઓ બાયોડેટા આપી રહ્યા છે. તેમાં બાયોડેટા આપવા માટે એક માત્ર ક્રાઇટ એરિયા છે કે બીજેપીનો સભ્ય હોવો જોઈએ.
આ પણ વાંચો: 30 ઓક્ટોબરથી PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ
અમદાવાદની વાત કરીએ તો 16 પૈકી 8 સીટ પર સેન્સ પ્રક્રિયા થશે
આજે બીજેપીએ ઉમેદવાર પસંદગી માટે શ્રી ગણેશ કર્યા છે અને અનેક નેતાઓ પોતાના નશીબ અજમાવવા પહોંચી રહ્યા છે. બાયોડેટા આપી રહ્યા છે અને પોતાને ટિકિટ મળે તેના માટે ભલામણ પણ કરી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો 16 પૈકી 8 સીટ પર સેન્સ પ્રક્રિયા થશે. જેમાં વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા નરોડા, અસારવા દાણીલીમડા અને દરિયપુર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. મોટી સંખ્યામાં નેતાઓ પોતાના બાયોડેટા આપી રહ્યા છે. ચાલુ ધારાસભ્યો પણ પોતાને રિપીટ કરે તેના પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું પત્તુ કપાશે, જાણો શું છે કારણ
દલિત નેતાએ પોતાનું નશીબ અજમાવવા પ્રયાસ કર્યો
સ્થિતિ એવી પણ થઈ છે કે જેમાં ચાલુ ધારાસભ્ય કરતા સક્ષમ નેતાઓએ પોતાની દાવેદારી કરી હોય. સાબરમતી વિધાનસભામાં, ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ હર્ષદ પટેલ રાણીપ કોર્પોરેટર દશરથ પટેલ અને એન.જે.શાહ આ બંને નેતાઓ એવા છે જે અમિત શાહની ગુડ બુકમાં છે. જેથી ચાલુ ધારાસભ્યના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તો અસારવા વિધાનસભા કે જે આરક્ષિત સીટ છે જેમાં દલિત નેતાએ પોતાના નશીબ અજમાવવા પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ પર આ કારણે AAP પડશે ભારે
આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં નેતાઓ બાયોડેટા આપશે
તમામ વિધાનસભામાં એક ચાલુ મંત્રી એક પૂર્વ મંત્રી અને પ્રદેશ નેતાને સ્થાન આપવામાં આવ્યું છે. આ નેતાઓ તમામ બાયોડેટા એકત્ર કરી શહેર સંગઠનને સોંપશે જે તપાસ કરી પ્રદેશને સોંપશે અને ત્યારબાદ નામનો યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં જશે. અમદાવાદ શહેરની 16 બેઠક પૈકી ઘાટલોડિયા, નિકોલ અને અસારવા સિવાયની બેઠકમાં ધારાસભ્ય રિપીટ કરવાનું મન પાર્ટીએ બનાવ્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જેને લઈને આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં નેતાઓ
બાયોડેટા આપી રહ્યા છે.