ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન

દિલ્હી MCD ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ભાજપ સત્યેન્દ્ર જૈનનો વીડિયો જાહેર કરીને AAPને ભીંસમાં મૂકતી હતી, પરંતુ આ વખતે ભાજપે AAPના MCD ઉમેદવાર જોગીન્દર બંટીનો વીડિયો જાહેર કરીને AAP પર નિશાન સાધ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે AAP ઉમેદવાર જોગીન્દર બંટી નશાની હાલતમાં હાથમાં પિસ્તોલ લઈને ડાન્સ કરી રહ્યા છે. જ્યારે બંટી સાથે કેટલાક અન્ય લોકો પણ છે, જેઓ એક ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

વીડિયો શેર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, “વોર્ડ-19ના AAP ઉમેદવાર જોગીન્દર બંટી નશાની હાલતમાં પિસ્તોલ લઈને ફરે છે. મંત્રીઓ ભ્રષ્ટ, ઉમેદવારો ગુંડા – AAPનો અસલી ચહેરો ! કટ્ટર ગુંડા ! પરંતુ કેજરીવાલ તેમને કાઢી મૂકશે નહીં. કારણ કે તે ભારત રત્ન મેળવવાને પાત્ર છે !”

જેલમાં જૈનને VVIP ટ્રીટમેન્ટ – BJP

તમને જણાવી દઈએ કે, અગાઉ, ભાજપે તિહાડ જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેમને સેલમાં ‘VVIP ટ્રીટમેન્ટ’ મળી રહી છે.

સત્યેન્દ્ર જૈનનો વીડિયો પણ સામે આવ્યો

નવા સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન જેલ અધિક્ષક અજિત કુમાર સાથે વાતચીત કરતા જોવા મળે છે. શહઝાદ પૂનાવાલાએ તિહાડ જેલમાં બંધ મંત્રીને VVIP ટ્રીટમેન્ટ આપવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, “મિડિયા દ્વારા તિહાડનો વધુ એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે સત્યેન્દ્રના દરબારમાં એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે, જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

4 ડિસેમ્બરે મતદાન, 7 તારીખે પરિણામ

અગાઉ ભાજપે AAP ધારાસભ્યના સાળાને ટિકિટના બદલામાં લાંચ માંગતા સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 કાઉન્સિલરોની ચૂંટણી માટે 4 ડિસેમ્બરે દિલ્હીમાં બોડીની ચૂંટણી યોજાવાની છે. 4 ડિસેમ્બરે મતદાન થશે અને ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Back to top button