ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળ એવું રાજ્ય બની ગયું છે જે બળાત્કારીઓ ચલાવે છે: સંદેશખાલી કેસ પર ભાજપ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસ પર BJP પશ્ચિમ બંગાળ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. તેમજ રાજ્યના શાસક પક્ષ પર મહિલાઓના સન્માનની પરવાહ ન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મૂક પ્રેક્ષક ગણાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે બંગાળમાં મહિલાઓ પર બળાત્કાર અને આદિવાસી મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. જનતા ભાગેડુ ટીએમસી નેતા શાહજહાં શેખથી પીડાઈ રહ્યા છે. ભાજપનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની મહિલાઓ મમતા રાજની સરખામણી જંગલ રાજ સાથે કરી રહી છે.

મમતા બેનર્જીને હિન્દુ પ્રત્યે આટલી નફરત કેમ છે: BJP પ્રવક્તા

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આજે ​​પત્રકાર પરિષદ યોજીને મમતા સરકાર પર શાબ્દિક હુમલો કર્યો. તેમણે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર બળાત્કારીઓને સુરક્ષા આપીને પોલીસને કમજોર બનાવવાના આક્ષેપો કર્યા. ભાગેડુ શાહજહાં શેખને ગુંડા ગણાવતા તેમણે કહ્યું કે મમતા બેનર્જી પીડિત મહિલા સાથે નથી પરંતુ TMCના ગુંડાઓ સાથે છે. બીજેપી પ્રવક્તા અનુસાર, કલકત્તા કોર્ટે કહ્યું કે સંદેશખાલીમાં આદિવાસી સમુદાયની મહિલાઓનું જાતીય સતામણીનો ભોગ બની રહી છે. એટલું જ નહીં, બીજેપી નેતાએ પૂછ્યું કે મમતા બેનર્જી હિન્દુઓ પ્રત્યે આટલી નફરત કેમ કરે છે? તે શા માટે આદિવાસીઓને નફરત કરે છે? શા માટે તેમની જમીનો બંદૂકની અણી પર છીનવી લેવાઈ છે?

મહત્ત્વનું છે કે, સંદેશખાલીની મહિલાઓએ ફરાર તૃણમૂલ નેતા શાહજહાંશેખ અને તેના સમર્થકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ અંગે મહિલાઓ ઘણા દિવસ વિરોધ કરી રહ્યા છે. મહિલાઓના વિરોધને જોઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝે પીડિત મહિલાઓને ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું છે. પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

ભાજપે કોંગ્રેસ પર પણ કર્યા પ્રહારો

આ દરમિયાન ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પહેલા રાહુલ ગાંધી હારના ડરથી ભાગ્યા અને હવે સોનિયા ગાંધી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ભાજપના પ્રવક્તાએ આને કોંગ્રેસના નેતાના મનમાં જનતાનો ડર ગણાવ્યો. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર થેલો લઈને યુપીથી નાસી ભાગ્યા છે, કેમ કે ભાજપને 80માંથી 80 બેઠકો મળવાની છે.

આ પણ વાંચો: બંગાળમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચારોથી દેશમાં ખળભળાટ

Back to top button