ગુજરાતટોપ ન્યૂઝ

કર્ણાટકમાં બળવાની ચિંતા વચ્ચે ભાજપને યેદિયુરપ્પા યાદ આવ્યા

Text To Speech
  • ભાજપે તત્કાલીન તુષ્ટિકરણના બદલે ઇચ્છિત પરિણામ માટે કડક નિર્ણયો કર્યા
  • કર્ણાટકમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા સામે મંત્રીઓ ઉતાર્યા
  • 10 મેના રોજ જલંધરમાં પણ કોંગ્રેસની કસોટી

કર્ણાટકમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા સામે મંત્રીઓ ઉતારવામાં BJPનો મોટો ગેમ પ્લાન છે. જેમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.  અસંતોષ ઊભો થયો પણ ભાજપે તુષ્ટીકરણના બદલે ઇચ્છિત પરિણામ માટે કડક નિર્ણયો કર્યા છે. તેમાં કર્ણાટકમાં બળવાની ચિંતા વચ્ચે ભાજપને યેદિયુરપ્પા યાદ આવ્યા છે. કર્ણાટકમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને એવો પાસો ફેંક્યો છે કે જે કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં અશાંત ધારા મામલે લોકો 19 વર્ષથી હેરાન છતાં તંત્ર બેધ્યાન 

ભાજપે તત્કાલીન તુષ્ટિકરણના બદલે ઇચ્છિત પરિણામ માટે કડક નિર્ણયો કર્યા

ભલે ભાજપની પ્રથમ યાદી સાથે પક્ષની અંદર અસંતોષ ઊભો થયો હોય પણ ભાજપે તત્કાલીન તુષ્ટિકરણના બદલે ઇચ્છિત પરિણામ માટે કડક નિર્ણયો કર્યા છે. ભાજપે પરંપરાને તોડતાં આ વખતે કોંગ્રેસના સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદારોની સીટ પર બે મજબૂત ઉમેદવારો ઊભા રાખી દીધા છે. કોંગ્રેસના ડી શિવકુમાર અને સિદ્ધારમૈયાની બેઠક પર ભાજપે આર અશોક અને વી સોમન્નાને ટિકિટ આપી છે. દક્ષિણ કર્ણાટકમાં કોંગ્રેસના બે સૌથી મજબૂત ઉમેદવારો માટે ભાજપે મજબૂત પડકાર ઊભો કરી દીધો છે.

આ પણ વાંચો: ભાવનગર: ST બસના બુકિંગ માટે ખાનગીકરણ થતા કર્મચારીઓએ આપી આંદોલનની ચીમકી

કર્ણાટકમાં બળવાની ચિંતા વચ્ચે ભાજપને યેદિયુરપ્પા યાદ આવ્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપને બળવાની ચિંતા સતાવવા લાગી છે. સંભવિત સંકટથી ઉગરવા ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાનો સંપર્ક સાધવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ યેદિયુરપ્પાને ફોન કરીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: રાજ્યમાં નકલી RC બુક આધારે ગાડીઓ વેચતા કૌંભાડનો પર્દાફાશ થયો 

10 મેના રોજ જલંધરમાં પણ કોંગ્રેસની કસોટી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયેલી કોંગ્રેસ માટે પંજાબના જલંધરની પેટાચૂંટણી પણ મહત્ત્વની સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, 10 મેના રોજ કર્ણાટકની સાથોસાથ જલંધર બેઠક માટે પણ મતદાન યોજાશે. આના કારણે બન્ને ચૂંટણી પક્ષ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અહેવાલો અનુસાર પક્ષના નેતાઓ આ લોકસભાની પેટાચૂંટણીમાં પરસ્પરના મતભેદો ભૂલીને એકતાની તસવીર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Back to top button