દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 29 ઉમેદવારની બીજી યાદી જાહેર
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
भाजपा ने #DelhiElections2025 के लिए 29 उम्मीदवारों की दूसरी सूची जारी की। pic.twitter.com/ZOdlS6i8Va
— ANI_HindiNews (@AHindinews) January 11, 2025
જ્યારે સુલતાનપુર મજરાથી કરમ સિંહ કર્મા, શકુર બસ્તી બેઠક પરથી કરનૈલ સિંહ, ત્રિનગર બેઠક પરથી તિલક રામ ગુપ્તા, સદર બજારથી મનોજ કુમાર જિંદાલ અને ચાંદની ચોકથી સતીશ જૈનને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની આ બીજી યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોના નામ પણ સામેલ છે.
આ ઉમેદવારો છે
- નરેલા- રાજ કરણ ખત્રી
- તિમારપુર- સૂર્ય પ્રકાશ ખત્રી
- મુંડકા- ગજેન્દ્ર દરાલ
- કિરારી- બજરંગ શુક્લ
- સુલતાનપુર માજરા (SC)- કરમ સિંહ કર્મા
- શકુર બસ્તી- કરનૈલ સિંહ
- ત્રિ નગર- તિલક રામ ગુપ્તા
- સદર બજાર- મનોજ કુમાર જિંદાલ
- ચાંદની ચોક- સતીશ જૈન
- મિતીયામેલ- દીપ્તિ ઈન્દોરા
- બલ્લીમારન- કમલ બાગરી
- મોતીનગર- હરીશ ખુરાના
- માદીપુર (SC)- ઉર્મિલા કૈલાશ ગંગવાલ
- હરિ નગર- શ્યામ શર્મા
- તિલકનગર- શ્વેતા સૈની
- વિકાસપુરી- પંકજ કુમાર સિંહ
- ઉત્તમ નગર- પવન શર્મા
- દ્વારકા- પ્રદ્યુમન રાજપૂત
- મતિયાલા- સંદીપ સેહરાવત
- નજફગઢ- નીલમ પહેલવાન
- પાલમ- કુલદીપ સોલંકી
- રાજીંદનગર- ઉમંગ બજાજ
- કસ્તુરબા નગર- નીરજ બસોયા
- તુગલકાબાદ- રોહતાસ બિધુરી
- ઓખલા- મનીષ ચૌધરી
- કોંડલી (SC)- પ્રિયંકા ગૌતમ
- લક્ષ્મીનગર- અભય વર્મા
- સીલમપુર- અનિલ ગૌર
- કરાવલ નગર- કપિલ મિશ્રા
ભાજપે કુલ 58 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ઉલ્લેખનીય છે કે ભાજપે તેની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને બીજી યાદીમાં પણ 29 નામ છે. આ સાથે જ કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 58 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. બાકીની 12 બેઠકો અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. પ્રથમ યાદીમાં ભાજપે અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ સાહિબ સિંહ વર્માને અને આતિશી સામે રમેશ બિધુરીને ચૂંટણી મેદાનમાં પડકારવા મેદાનમાં ઉતાર્યા હતા.
અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપે શુક્રવારે (10 જાન્યુઆરી)ની CECની બેઠકમાં 41 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે. સર્વે રિપોર્ટ અને સ્થાનિક સાંસદોના અભિપ્રાયની ચર્ચા કર્યા બાદ ઉમેદવારના નામને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.