ટોપ ન્યૂઝનેશનલ

જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો, સેવામાં 10 કર્મચારી

નવી દિલ્હીઃ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો તિહાર જેલમાંથી વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને શેર કરતા ભાજપે, સત્યેન્દ્ર જૈન પર 10 કર્મચારીઓ દ્વારા સેવા કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલાં પણ ભાજપે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના અનેક વીડિયો જાહેર થયા છે. ભાજપના નેતા હરીશ ખુરાનાએ વીડિયો શેર કરતા લખ્યું કે- ‘અરવિંદ કેજરીવાલના લાટસાહેબના ઠાઠ, જેલમાં 10 કર્મચારી કરે છે તેમની સેવા. તમે પણ જુઓ.’

આ નવા વીડિયોમાં જેલના કર્મચારીઓ દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, સત્યેન્દ્ર જૈન તેમના સેલમાં કેટલાક લોકો સાથે વાત કરતા જોવા મળે છે.

કોર્ટે તિહાર જેલમાં VVIP સારવાર કરવા માટે જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને ફટકાર લગાવી ચુક્યા છે.તિહાર જેલના સૂત્રો મુજબ જૈનને તેમની રૂમની અંદર તમામ સેવાઓ પ્રદાન કરવા માટે 10 લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકોએ વિશેષ રૂપે જૈનની વ્યક્તિગત જરુરિયાતો પણ ધ્યાન રાખ્યું, જેમાં રુમની સફાઈ, પથારી ઠીક કરવા, બહારનું ખાવાનું અંદર ઉપલબ્ધ કરાવવું, મિનરલ વોટર, ફળ, કપડા જેવી વ્યવસ્થા સામેલ હતી. બે અન્ય લોકો પર્યવેક્ષક તરીકે તહેનાત હતા. આ 10 લોકો ઉપરાંત જૈન બળાત્કારના આરોપી રિંકુ પાસે નિયમિત રીતે શરીરની માલિશ કરાવતા રહે છે. આ પણ તપાસનો વિષય છે કે 10 વ્યક્તિ જેલના કેદી છે કે કોઈ બહારની વ્યક્તિ જે મંત્રીને મળવાની પૂરી મંજૂરી છે. હમ દેંખેગેની ટીમ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.

આ પહેલાં ભાજપે સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરવાતો વીડિયો શેર કર્યો હતો. વીડિયો જાહેર થયા બાદ ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું- ‘મીડિયાએ જાહેર કરેલો તિહારનો વધુ એક વીડિયો. આ વખતે સત્યેન્દ્રના દરબારમાં જેલ અધીક્ષક છે, જેમણે હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકી સાથે રેપ કરનાર પાસે માલિશ અને નવાબી ભોજન લીધા બાદ હવે આ… આ આપની ભ્રષ્ટાચાર ચિકિત્સા છે, પરંતુ કેજરીવાલજી તેમનો બચાવ કરે છે. શું તેઓ હવે સત્યેન્દ્ર જૈન બરતરફ કરશે?’

ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા પાછલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સેલની અંદર અનેક લોકોને દેખાડવામાં આવ્યા હતા. જે બાદ હવે જેલ અધીક્ષક આવે છે તો ત્યાં હાજર લોકો સેલની બહાર નીકળી જાય છે. CCTV ફુટેજ સપ્ટેમ્બર મહિનાનો હતો. જેલ અધિકારી અજીત કુમારને જૈનને કથિત VIP ટ્રીટમેન્ટ આપવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Back to top button