ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી રહેશો દંગ
- આંકડા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર દ્વારા જાહેર કરાયા
- વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ રૂ.80.45 કરોડ ભંડોળ મળ્યું
- કોંગ્રેસને સૌથી વધુ રૂ.53.91 કરોડનું ફંડ મધ્યપ્રદેશમાંથી પ્રાપ્ત થયું
ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી દંગ રહેશો. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોર્પોરેટ ફંડ અને ખર્ચનો હિસાબ-કિતાબ જોઇએ તો કોંગ્રેસને મળ્યા 23.57 કરોડ પણ એણે ખર્ચી માંડ 11 ટકા રકમ. તથા વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ રૂ.80.45 કરોડ ભંડોળ મળ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર
આંકડા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર દ્વારા જાહેર કરાયા
ગુજરાતમાં 2014માં અને 2019માં એમ છેલ્લા દસ વર્ષમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેટલું ઇલેક્શન ફંડ એકત્ર કરાયું અને એમાંથી કેટલું ફંડ વાપર્યું તેના આંકડા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર દ્વારા જાહેર કરાયા છે. આ રિપોર્ટ મુજબ છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં ભાજપને ગુજરાતમાંથી અંદાજ કુલ રૂ. 243.81 કરોડનું ફંડ કોર્પોરેટ ગૃહો, સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે મળ્યું હતું, જેમાંથી તેણે આશરે રૂ.120.23 કરોડનો એટલે કે 49.31 ટકા રકમનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસને બે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી મળેલા રૂ.23.57 કરોડના ફંડમાંથી આશરે રૂ.2.75 કરોડ ખર્ચ્યા હતા, જે ખર્ચનું પ્રમાણ 12 ટકા હતું.
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ રૂ.80.45 કરોડ ભંડોળ મળ્યું
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ રૂ.80.45 કરોડ ભંડોળ મળ્યું હતું અને ગુજરાતમાંથી બીજા નંબરે રૂ.64.14 કરોડનું ફંડ મળ્યું હતું. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસને પણ મહારાષ્ટ્રમાંથી જ સૌથી વધુ રૂ. 62.54 કરોડનું ફંડ મળ્યું હતું. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપને દેશમાં સૌથી વધુ રૂ.179.66 કરોડનું ફંડ ગુજરાતમાંથી મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ રૂ.53.91 કરોડનું ફંડ મધ્યપ્રદેશમાંથી પ્રાપ્ત થયું હતું.