કર્ણાટક: બાબરી ધ્વંસ કેસમાં હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે BJPનો વિરોધ
હુબલી (કર્ણાટક), 03 જાન્યુઆરી: અયોધ્યામાં 1992માં વિવાદાસ્પદ બાબરી મસ્જિદના ધ્વંસ બાદ થયેલાં રમખાણોથી જોડાયેલા 31 વર્ષ જૂના કેસમાં કર્ણાટકના હુબલીમાં એક હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે ભાજપે વિરોધ કર્યો છે. ચાર દિવસ પહેલા હુબલી-ધારવાડ પોલીસે પેન્ડિંગ કેસનો નિકાલ કરતી વખતે 51 વર્ષીય શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી હતી. કહેવાય છે કે પૂજારીએ 31 વર્ષ પહેલા રામ મંદિર આંદોલનમાં કથિત રીતે ભાગ લીધો હતો. તેમની ધરપકડની સામે ભાજપે બુધવારે રાજ્યના અનેક ભાગોમાં પ્રદર્શન કર્યું હતું.
#WATCH | Hubballi, Karnataka: BJP workers protest against the arrest of a person in Karnataka’s Hubballi for alleged involvement in the riots after the Babri Masjid demolition in 1992. pic.twitter.com/SMfuFsIjM9
— ANI (@ANI) January 3, 2024
કોંગ્રેસ ગંદુ રાજકારણ કરી રહી છે
“Don’t we need to punish those who have done wrong? Are they (BJP) protesting saying that they shouldn’t be punished?. You should ask them what is their intention behind protesting now?. They are only doing politics. We only take action against those who commit crimes”, says… pic.twitter.com/JTLSFmW5A1
— ANI (@ANI) January 3, 2024
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકાએ ધરપકડની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ ગુંડાગીરી કરી રહી છે. તેઓ હિંદુ કાર્યકરોની ધરપકડ કરી રહ્યા છે કારણ કે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, આ નેતાએ પાર્ટી પર ગંદી રાજનીતિનો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ BY વિજયેન્દ્રએ ધરપકડની નિંદા કરતા કહ્યું હતું કે તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના દિવસો પહેલા 31 વર્ષ જૂના કેસને ફરીથી ખોલવા પાછળ રાજ્ય સરકારના હેતુને પ્રતિબિંબિત કરે છે.
સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું
“Don’t we need to punish those who have done wrong? Are they (BJP) protesting saying that they shouldn’t be punished?. You should ask them what is their intention behind protesting now?. They are only doing politics. We only take action against those who commit crimes”, says… pic.twitter.com/JTLSFmW5A1
— ANI (@ANI) January 3, 2024
બીજી તરફ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિરોધને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. સિદ્ધારમૈયાએ કહ્યું કે વિરોધ પક્ષના નેતાઓએ સમજવું પડશે કે ગુનેગારો પર જાતિ અને ધાર્મિક લેબલ લગાવવું અત્યંત જોખમી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે પણ લોકાયુક્ત પોલીસે તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલ્યા હતા. શું તે સમયની સરકાર હિંદુ વિરોધી હતી? ભાજપના માતૃ સંગઠનના અધિકારીઓએ પણ યેદિયુરપ્પાની ધરપકડ કરનાર સરકારને હિંદુ વિરોધી ગણાવી ન હતી. તો હવે આટલો બધો હંગામો કેમ?
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે શ્રીકાંત પૂજારી ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ બાદ હુબલીમાં ફાટી નીકળેલા રમખાણોનો આરોપી છે. પૂજારી અને અન્ય લોકો પર મલિક નામના મુસ્લિમ વ્યક્તિની દુકાનમાં આગ લગાવવાનો આરોપ છે. પોલીસે આ 31 વર્ષ જૂના કેસમાં શ્રીકાંતની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. પોલીસ આ કેસમાં અન્ય આઠ આરોપીઓને શોધી રહી છે. પોલીસનો દાવો છે કે આ લોકો 1992 થી 1996 વચ્ચે થયેલા કોમી રમખાણોમાં સામેલ હતા.
આ પણ વાંચો: કર્ણાટક: રામ મંદિર આંદોલનની હિંસા પર ફાઈલ ખુલી, 31 આરોપીઓની ધરપકડ શરૂ