ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ભાજપ પ્રમુખ પાટીલ ભવ્ય રોડ શોને કારણે વિજયમુહૂર્ત ચૂક્યા, હવે આવતીકાલે ફોર્મ ભરશે

Text To Speech

નવસારી, 18 એપ્રિલ 2024, આજે ગુરૂવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા સજ્જ થઈ ગયાં છે. અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા તેમજ કોંગ્રેસમાં જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરશે. પાટણના ચંદનજીએ ફોર્મ ભર્યું હતું. સી આર પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં સી આર પાટીલની રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા.

આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી
આજે ભાજપ પદેશ પ્રમુખ સી. આર. પાટીલ ભવ્ય રોડ શૉ યોજી નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. રોડ શૉમાં ચિક્કાર કાર્યકર્તા હોવાને લીધે સી.આર. પાટીલ વિજય મૂહુર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી તેમણે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. સી.આર.પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલએ જણાવ્યું હતું કે,સી. આર. પાટીલની આ ચોથી ટર્મ છે. સુરત અને નવસારીથી અંદાજીત 30થી 35 હજાર જેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. અમને ભરોસો છે કે ગત વખતની લીડ કરતા આ વખતે વધુ લીડ હશે.

હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમૂર્હત ચૂકી ગયા હતા. જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ OBC સમાજને રામાયણની રામની સેના સાથે સરખાવ્યો

Back to top button