સુરતમાં ભાજપના લોકપ્રતિનિધિએ અધિકારીઓ સાથે કરી દાદાગીરી, વિડીયો વાયરલ
સુરતના એક કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયે છે. જેમાં તેઓ તેમના વોર્ડમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટે આવેલી સુરત મનપાની ટીમ સાથે જ જાહેરમાં અપશબ્દો ઉચ્ચારે છે એટલું જ નહીં કર્મચારીઓને પણ પોતાની કામગીરી કરતા રોકે છે. તેમજ પોતાની દાદાગીરી કરતાં જોવા મળી છે.
આ પણ વાંચો : સુરતઃ પોલીસ સંકલનના કારણે 11 વર્ષની કિશોરી નરાધમના હાથે પીંખાતા બચી, સ્થાનિકોએ જાણ કરતા આરોપી જેલ હવાલે
શું હતી ઘટના
ઘટના સુરતમાં ભાજપના વોર્ડ નંબર 29ના કોર્પોરેટર બંશુ યાદવ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જેની જાણકારી મળતા જ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે કોર્પોરેટરને આ બાબતની જાણ થતા જ તે બુલેટ લઈને ત્યાં પહોંચી ગયા અને દાદાગીરી કરતાં જાહેરમાં જ અધિકારીઓને ગાળો પણ ભાંડી હતી, જાણે અધિકારીઓ ખોટું કામ કરી રહ્યા હોય.
એટલું જ નહીં પોલીસની સામે જ કોર્પોરેટર અધિકારીઓને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત ભીડમાંથી કોઈ વ્યક્તિએ ઉતારી લીધો હતો. જે હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે જાગૃતતી ફેલાવતા બેનરો લાગ્યા
લોકપ્રતિનિધિ હોવા છતાં અને પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરવા છતાં ભાજપના કોર્પોરેટર એટલા બેફામ થઈને દાદાગીરી કરતા દેખાયા કે તેમને પોતાની ભૂલ પણ દેખાતી નહોતી. બંશુ યાદવ આ અગાઉ પણ ભૂતકાળમાં ગેરકાયદેસર દબાણને લઈને માથાકૂટ કરી હોવાની વાત સામે આવી હતી.