ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાત, જાણો કઈ જગ્યાએ સભા ગજવશે

Text To Speech

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ દિગ્ગજ નેતાઓના આંટા ફેરા પણ વધી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવશે. જાણકારી મુજબ જે.પી.નડ્ડા આગામી તા.10મીએ ગુજરાતની મુલાકાતે આવશે.

જે.પી.નડ્ડા પંચમહાલમા જાહેર સભા સંબોધશે

પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી તા.10મીએ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન જે.પી.નડ્ડાનું વડોદરા એરપોર્ટ ખાતે શહેર જિલ્લા ભાજપ અગ્રણીઓ સહિત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ તેઓ એરપોર્ટથી સીધા જ પંચમહાલ જવા રવાના થશે. પંચમહાલમાં તેઓ આગામી 2024ની લોકસભા ચૂંટણી સંદર્ભે જાહેર સભાને સંબોધન કરશે.

જે.પી.નડ્ડા-humdekhengenews

જે.પી.નડ્ડાનો વડોદરાનો કાર્યક્રમ

પંચમહાલમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેઓ પુન: વડોદરા એરપોર્ટ ખાતે આવશે. અને વડોદરા એરપોર્ટથી ભાજપ કાર્યકરોની રેલી સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજવા રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પહોંચશે.જ્યાં આગામી 2024ની ચૂંટણી અંગે સંવાદ કરશે.

જે.પી.નડ્ડા-humdekhengenews

સી.આર.પાટીલ પણ પંચમહાલમાં આવશે

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ માન. જે.પી.નડ્ડાની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ પંચમહાલમાં આવશે.

 આ પણ વાંચો : પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મળી “પિતાતુલ્ય” સારવાર

Back to top button