ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું,ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે

Text To Speech

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે. જે.પી નડ્ડાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યો, કાર્યકર્તાઓને મળ્યો છું. વરિષ્ઠ નેતાઓ, કાર્યકરો સાથે વિભિન્ન મુદ્દે ચર્ચા પણ થઈ છે. પરંતુ જ્યાં સુધી ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે જે દેશમાં પણ લાગુ કરી આગળ વધારીશું. વિકાસવાદના દૂત બનીને ગુજરાતને આગળ લઈ જઈશું. અમે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યાં છીએ. જ્ઞાતિ વાદને છોડીને નરેન્દ્રભાઈએ ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ. કોરોનાકાળમાં ભારતે વિશ્વમાં સૌપ્રથમ બે વેક્સિનની શોધ કરી અને અઢીસો કરોડ જેટલા ડોઝ અપાયા છે. ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે. જ્યારે કોરોનામાં અમેરિકા અને યુરોપ લાચાર સમજતું હતું. ત્યારે બોલ્ડ નિર્ણયો કરીને PM મોદીએ લોકોને મહામારીમાંથી બહાર કાઢ્યાં. કોરોનામાં સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન સૌથી ઝડપી માત્ર ભારતમાં થયું છે. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે અખિલેશ જેને મોદી ટીકા કહેતા હતા એ જ રસી પોતે પણ ચુપચાપ લાગાઈ આવ્યા છે.

કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા

છેવાડાના માનવીને લાભ મળ્યો છે
વિદેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારતનો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવીને યુક્રેનની બહાર બચીને નીકળવું પડ્યું છે. આ બદાલાતુ ભારત છે. ગુજરાતમાં અને ભારતમાં ચાલતી પ્રજાલક્ષી યોજનાનો સૌ સમાજ અને છેવાડાના લોકોને લાભ મળ્યો છે. તમામ યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચે એ જોવાની જવાબદરી પેજ સમિતિની છે.ભારત હવે નિકાસનું હબ બની ગયું છે.નીતિ આયોગ પ્રમાણે ગુજરાત ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં એક નંબરે છે. આ સિવાય ભારત ગરીબી રેખામાંથી 12 ટકા ઉપર આવ્યો છે, આ વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે. આજે ચાર હજાર બિલિયનનું આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અને સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી આગળ વધી રહી છે.

વિદેશમાં ફસાયેલા લોકોએ બહાર નીકળવા ત્રિરંગાનો સહારો લીધો
રશિયા-યુક્રેન યુદ્ધમાં એવો કયો દેશ છે જે બીજા દેશમાં ફસાયેલા લોકોને લાવવા અથાગ પ્રયાસ કર્યો? મોદી સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકોને માદરે વતન આવવામાં મદદ કરી. એટલુ જ નહીં યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા અન્ય દેશના નાગરિકોએ ભારતના રાષ્ટ્રધ્વજનો સહારો લીધો બહાર નીકળવા માટે. પોતાના નાગરિકોની સાથે-સાથે ભારત અન્ય દેશના નાગરિકોને પણ લઈ આવ્યું. ભારત એવો દેશ છે જેણે રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને યુરોપિયન લીડરશીપ સાથે ચર્ચા કરીને ભારતીયોને સુરક્ષિત દેશમાં લાવવામાં માટે પગલા લીધા. મોદી હૈ તો મુમકિન હૈ. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યોમાં સત્તા મળી અને ગોવામાં હેટ્રિક કરી.

હું આ તપોભૂમિને નમન કરૂ છું
કમલમ ખાતે ઢોલ-નગારાના નાદ સાથે ટોપી પહેરાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે.પી નડ્ડાનું સ્વાગત કર્યું હતું.કમલમ ખાતે બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ઘર ઘર ભાજપ કઇ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું કે, મને આજે ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળવાની તક મળી છે. હું આ તપોભૂમિને નમન કરૂ છું. બધાને ભાજપના કાર્યકર હોવાનું સૌભાગ્ય નથી મળતું. બીજી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો પણ ઘણા મારા મિત્રો છે. તેથી ત્યાં શું સ્થિતિ છે તે અંગે હું સારી રીતે જાણુ છું. કોંગ્રેસ તો હવે ભાઇ-બહેનની પાર્ટી જ બની ચુકી છે. અગાઉ રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો જ વિકાસ કરતા પરંતું હવે સત્તાનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં અને દેશના વિકાસ માટે થઇ રહ્યો છે.

Back to top button