ભાજપ ગૌરવ યાત્રાનો પ્રારંભ: તર્ક-વિતર્ક વચ્ચે આખરે હાર્દિક પણ હાજર, રાજકીય અધ્યક્ષે કરાવ્યો શુભારંભ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવી દેતા આજથી ભાજપની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ પણ છે કે હાર્દિક પટેલને આ ગૌરવ યાત્રાથી દૂર રાખવાની માહિતી મળી હતી પણ આ આરંભ થયેલ યાત્રામાં જે.પી નડ્ડાની સાથે હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બહુચરાજી માતાના મઢથી ગૌરવ યાત્રાની શરુઆત કરાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર રહ્યા હતા. બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડીએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યમાં ભાજપની પરિભ્રમણ યાત્રા શરુ
ભાજપની ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં માટે એડી ચોટીનુ જોર લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજશે. આ ગૌરવ યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. આ યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા મત વિસ્તારોને આવરી લેવામાં આવશે.
મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ આ યાત્રામાં છે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલની સાથે હાર્દિક પટેલ પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા. હાર્દિક પટેલને લઈને ઘણી તર્ક વિતર્ક ચાલી રહી હતી કે હાર્દિકને આ યાત્રામાં સામેલ કરવામાં આવશે કે નહીં આવે પણ ભાજપે હાર્દીકને આ યાત્રાનો હિસ્સો બનાવી લોકોના મોં બંધ કરી દીધા છે.
મિત શાહ પણ ત્રણ જગ્યાએ યાત્રાનો પ્રારંભ કરાવશે.
13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ જગ્યાએ યાત્રાનો પ્રારંભ કરાવશે. જેમાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી 5 કેન્દ્રીય પ્રધાનોને (Union Minister) આપવામાં આવી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
આ પણ વાંચો: ચૂંટણીની સમીક્ષા કરવા ECના અધિકારીઓ ગુજરાત આવશે, દિવાળી બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા