ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

રાહુલ ગાંધી પર ભાજપ સાંસદોના આરોપ, X પર ટ્રેન્ડ થયું #GoondaRahulGandhi

Text To Speech

નવી દિલ્હી, 19 ડિસેમ્બર 2024 :   સંસદ પરિસરમાં આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. BJP સાંસદ સારંગીએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, જેનાથી તેઓ ઘાયલ થઈ ગયા. સારંગીએ કહ્યું કે, હું સીડી પર ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા, જેના કારણે હું પડી ગયો અને ઘાયલ થઈ ગયા. હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ દાખલ કરી શકે છે. પ્રતાપ સારંગીના આરોપો બાદ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બધું કેમેરામાં કેદ છે. હું ભવનમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો અને ધમકાવ્યો. ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયા.

આ સમગ્ર મામલે લોકો બે પક્ષે વહેચાઈ ગયા છે. કેટલાક લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે તો કેટલાક લોકો સાંસદનો વિરોધ કરી રહ્યાં છે. X પર #GoondaRahulGandhi ટ્રેન્ડ થયું છે અને કેટલાક મીમ બની રહ્યાં છે. લોકો આના પર મજા લેતા જોવા મળી રહ્યાં છે.

 

 

આ પણ વાંચો : વિરાટ કોહલીની ઊંચાઈ કેટલી? નરેન્દ્ર મોદીની ઉંમર કેટલી? મેચનો સ્કોર શું થયો? – Alexaને લોકોએ કરેલા બીજા રમૂજી પ્રશ્નો વિશે જાણો

Back to top button