ભાજપના સાંસદે રેલવેમંત્રીને લખ્યો પત્ર, સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે સૌરાષ્ટ્ર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી રહી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી છે.
સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જેના કારણે અનેક લોકોને ફાયદો થયો છે. ત્યારે આ ટ્રેન રાજકોટ સુધી લંબાવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરુ કરવાની માંગ કરી છે.
વંદે ભારત ટ્રેનથી સૌરાષ્ટ્રના આ શહેરોને થશે ફાયદો
રામભાઈ મોકરીયાએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવાથી સૌરાષ્ટ્રના લોકોને ઘણો ફાયદો થશે. મહત્વનું છે કે રાજકોટને સૌરાષ્ટ્રના હબ તરિકે ઓળખવામાં આવે છે. અને જો અહી વંદે ભારત ટ્રેન શરુ થશે તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર સહિતના લોકોને પણ ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આ સવાલોના માંગ્યા જવાબ