ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હૈદરાબાદ ગેંગરેપ કેસઃ AIMIM ધારાસભ્યની પુત્રની સંડોવણીનો ભાજપ MLAનો આક્ષેપ

Text To Speech

હૈદરાબાદમાં એક સગીર સાથે સામૂહિક બળાત્કારના કેસમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી ત્રણ આરોપીઓ સગીર હોવાનું કહેવાય છે. આ સાથે જ આ ગેંગરેપ કેસમાં રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. એક વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સ જાહેર કરીને બીજેપી ધારાસભ્ય રઘુનંદન રાવે આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર મામલામાં AIMIM ધારાસભ્યનો પુત્ર પણ સામેલ છે.

ભાજપ ધારાસભ્ય રઘુનંદન રાવે આરોપ લગાવ્યો કે પોલીસે ઉતાવળમાં સગીર આરોપીને ક્લીનચીટ આપી દીધી છે. આ આરોપી AIMIM ધારાસભ્યનો પુત્ર છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ઘણા પુરાવા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે AIMIM ધારાસભ્યનો પુત્ર આ સમગ્ર ગેંગ રેપ કેસમાં સામેલ છે. હવે સવાલ એ છે કે પોલીસે ધારાસભ્યના પુત્રનું નામ આરોપી તરીકે કેમ ન લીધું? ધારાસભ્યના પુત્રને કેમ છોડવામાં આવ્યો? પોતાની પાસે ધારાસભ્ય વિરુદ્ધ અનેક પુરાવા હોવાનો રઘુનંદન રાવનો દાવો છે.

AIMIM ધારાસભ્યના પુત્રની સંડોવણીનો પોલીસનો ઈનકાર 
તમને જણાવી દઈએ કે, રાવે આ વીડિયો અને તસવીરો એવા સમયે શેર કરી હતી. જ્યારે પોલીસે આવા આરોપોને નકારી દીધા હતા. પોલીસે કહ્યું કે, “આ કેસમાં સામેલ તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં AIMIM ધારાસભ્યના પુત્રનો સમાવેશ થતો નથી.”કેટલાક સગીરો ત્યાં એક સગીરાને મળ્યા. ત્યારબાદ, હૈદરાબાદના એક પબમાં ગયા બાદ વાતચીત શરૂ કરી. આ પછી તેમની વચ્ચે મિત્રતા થઈ અને તેઓ સગીરાને કારમાં બેસાડી કોઈ બહાને લઈ ગયા. ત્યારબાદ, સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું કે, સગીરા પોશ વિસ્તારમાં એક મિત્ર સાથે પબમાં ગઈ હતી, જ્યાં તેની મુલાકાત સગીરોના એક જૂથ સાથે થઈ અને એ પછી આ ઘટના ઘટી હતી.

 

પોલીસે જણાવ્યું કે જ્યારે સગીરા ઘરે પહોંચી ત્યારે તેના ગળા પર સ્ક્રેચના નિશાન જોયા બાદ તેના માતા-પિતાએ તેને સવાલો પૂછ્યા અને તેણે કારમાં બનેલી ઘટના વિશે જણાવ્યું. આ ઘટના 28 મેના રોજ બની હતી અને સગીરાના પિતાએ 31 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

Back to top button