લોકસભા ચૂંટણીઃ UPના કયા 18 સાંસદોની ટિકિટ કાપી શકે છે ભાજપ?
- જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં લઈ નવા ચહેરાઓ પર વિચારણા
- UPની હારેલી બેઠકોને લઈ ભાજપે મહત્ત્વની રણનીતિ તૈયાર
લખનઉ, 7 ફેબ્રુઆરી : લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મિશન-80ને પૂર્ણ કરવા માટે ભાજપનો મેગા પ્લાન તૈયાર છે. પાર્ટી ઘણી સીટો પર ચહેરા બદલી શકે છે અને ઘણા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. એક તરફ આરએલડીને એનડીએ સાથે લાવવાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ પાર્ટીએ ઉમેદવારોના નામ પર મંથન તેજ કર્યું છે. દિલ્હીમાં સત્તાનો માર્ગ યુપીમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં પાર્ટીનું સમગ્ર ધ્યાન માત્ર યુ.પી પર છે. મિશન 80 પૂર્ણ કરવા માટે ભાજપ સતત યોજનાઓ બનાવી રહ્યું છે. માનવામાં આવે છે કે ભાજપ 18 સાંસદોની ટિકિટ રદ્દ કરી શકે છે, જ્યારે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઘણા નવા ચહેરાઓ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
યુપી માટે ભાજપ નો માસ્ટર પ્લાન તૈયાર છે. લોકસભા ચૂંટણીમાં 18 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. ઘણા નવા ચહેરાઓને ટિકિટ મળવાની શક્યતા છે. ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ છે. યુપીની હારેલી બેઠકોને લઈને પણ ભાજપે મહત્ત્વની રણનીતિ બનાવી છે. આવો તમને જણાવીએ કે કઈ એવી સીટો છે જેના પર નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.
નવા ચહેરાઓ પર ભાજપ લગાવી શકે છે દાવ
યુપીની જે સીટો પર નવા ચહેરાની ચર્ચા થઈ રહી છે તેમાં પહેલું નામ સહારનપુરનું છે, જ્યાંથી ભાજપના રાઘવ લખનપાલની જગ્યાએ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે. આ સાથે બિજનૌર બેઠક પર કુંવર ભરતેન્દ્રસિંહના સ્થાને નવો જાટ ચહેરો, નગીના બેઠક પરથી યશવંત સિંહની ટિકિટ પર સસ્પેન્સ, મુરાદાબાદથી કુંવર સર્વેશ કુમારના સ્થાને નવો ચહેરો સંભવિત, સંભલ બેઠક પરથી પરમેશ્વર લાલ સૈની, અમરોહાથી કંવર સિંહ તંવરની ટિકિટ પર સસ્પેન્સ, મૈનપુરીથી પ્રેમ સિંહ શાક્યના સ્થાને નવા ઉમેદવાર શક્ય, રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહની ટિકિટ પર સસ્પેન્સ, મુકુટ બિહારીના સ્થાને નવો ચહેરો શક્ય, આંબેડકર નગરથી વર્મા, શ્રાવસ્તીથી દદ્દન મિશ્રાના સ્થાને નવો ચહેરો, લાલગંજથી નીલમ સોનકરના સ્થાને નવો ચહેરો શક્ય છે, ઘોસીથી હરિનારાયણ રાજભરના સ્થાને નવો ઉમેદવાર શક્ય છે, તેની જગ્યાએ SBSP માટે સંભવિત બેઠક તેમજ ગાઝીપુરથી મનોજ સિન્હા અને જૌનપુરથી કૃષ્ણ પ્રતાપ સિંહની જગ્યાએ SBSP અથવા નિષાદ પાર્ટી માટે એક સીટ ફાળવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
કોની કોની ટિકિટ કાપી શકે છે ભાજપ ?
કાનપુર – સત્યદેવ પચૌરી
બહરાઈચ – અક્ષયવર લાલ
બારાબંકી – ઉપેન્દ્ર સિંહ
ગાઝિયાબાદ – જનરલ વીકે સિંહ
ફિરોઝાબાદ – ચંદ્રસેન જાદૌન
મેરઠ – રાજેન્દ્ર અગ્રવાલ
હાથરસ – રાજવીર દિલેર
મથુરા- હેમા માલિની
બરેલી – સંતોષ ગંગવાર
આ સાંસદોની ટિકિટ કન્ફર્મ !
કૈસરગંજ – બ્રિજભૂષણ શરણ સિંહ
લખીમપુર ખેરી – અજય મિશ્રા ટેની
આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ ?
પીલીભીત – વરુણ ગાંધી
સુલતાનપુર – મેનકા ગાંધી
બદાઉન – સંઘમિત્રા મૌર્ય
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2024: ચૂંટણી પંચે પ્રચારમાં બાળકોના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ