ભાજપે કિરેન રિજિજુને આ રાજ્યના ચૂંટણી પ્રભારી બનાવ્યા, અન્ય ઘણા નેતાઓને પણ નવી જવાબદારી
મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને રાજ્યના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા. નાગાલેન્ડના ડેપ્યુટી સીએમ યાન્થુન્ગો પેટન અને અનિલ એન્ટોનીને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
The BJP National President Shri @JPNadda has appointed Shri @KirenRijiju as the Election Incharge for the forthcoming assembly election of Mizoram.
Shri @YanthungoPatton and Shri @anilkantony have been appointed as the Election Co-Incharge for the upcoming assembly election of… pic.twitter.com/lPTncSUVTO
— BJP (@BJP4India) October 13, 2023
અનિલ એન્ટોની કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર છે અને તેમણે થોડા સમય પહેલા અસંતોષને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.
ભાજપે જતિન્દર પાલ મલ્હોત્રાને ચંદીગઢ ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે. ભાજપે કહ્યું કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
મિઝોરમમાં છેલ્લી ચૂંટણીનું પરિણામ શું હતું?
મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) હાલમાં જોરામથાંગાના નેતૃત્વમાં રાજ્યમાં સત્તા પર છે. ગત વિધાનસભા ચૂંટણીમાં MNFએ 26 બેઠકો જીતી હતી. જોરમ પીપલ્સ મુવમેન્ટે આઠ અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી.