અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: ગાંધીનગર મહાપાલિકામાં ભાજપે કર્યું મોટું કૌભાંડ; જે કમિટીને મંજૂરી નથી તેને ચેરમેન વાઇસ ચેરમેન બનાવી દેવાયા

Text To Speech

અમદાવાદ 20 જુલાઈ 2024 : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે ગાંધીનગર મહાનગરપાલિકામાં સરકારી મંજૂરી વગર ભારતીય જનતા પાર્ટીએ ચેરમેન અને વોઈસ ચેરમેનની દરખાસ્ત મંજૂર કરી દીધી છે. ત્યારે ભાજપે પોતાના પદાધિકારીઓ અને ગાંધીનગરની જનતા સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ લગાવ્યો છે.

10 વર્ષથી કમિટીની દરખાસ્તને મંજૂરી નથી

કોંગ્રેસ નેતા મનીષ દોષીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ભરતી માટે યુવાનોને ઘણા સમયથી લોલીપોપ આપી રહી છે. ભાજપે જનતાની સાથે પોતાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે પણ છેતરપિંડી આચરી છે. જ્યાંરે ગાંધીનગર મહાનગરપાલિકામાં છેલ્લાં 10 વર્ષથી કમિટીની દરખાસ્તને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી છતાં મહાનગરપાલિકામાં તે કમિટીની નિમણૂક કરી લેવામાં આવી છે.

AMC નાં પ્રભારીને રાતો રાત રવાના કરાયા

ડો. મનીષ દોશીએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં પણ અગાઉ આવી મહાનગરપાલિકા રદ કરવી પડી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીને રાતો રાત કોઈને જાણ કર્યા વગર મનમાંની પૂર્વક રવાના કરાઈ દેવાયા, વડોદરામાં હરણીકાંડમાં ભાજપના નેતાઓ જ કહી રહ્યા છે કે અનેક કૌભાંડો થયા છે. ત્યાંરે ભાજપ સંચાલિત મહાનગરપાલિકાઓમાં લૂંટનું સુનિયોજિત સિસ્ટમ ચાલે છે. તેમણે ઉમેર્યું હતું કે ગાંધીનગરમાં દરખાસ્ત કરેલી કમિટીઓની રાજ્ય સરકારે મંજૂરી નથી આપી છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરી દેવાઇ છે. કમલમમાંથી અનેક કોભાંડોમાં લૂંટ પછી લૂંટ વધતી જાય તો તેને સેફ કરી દેવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સરકારી ચોપડે મંજૂરી નથી છતાં ચેરમેન વોઇસ ચેરમેનની નિમણૂક શા માટે કરાઈ છે? કોના ઇશારે કરાઇ છે? તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે અનેક કમલમ કૌભાંડોના કારણે બન્યા છે જેમાં ખનીજથી માંડી જમીન કૌભાંડોનો મોટાપાયે સમાવેશ થાય છે જેના કારણે ભાજપ થકી સેવા સદનએ આજે મેવાસદન બની ગયાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો : 

Back to top button