ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું બીજેપી 2024 માટે નવા પાર્ટનરની શોધમાં છે? કોંગ્રેસની શું છે તૈયારી?

તુંવર મુજાહિદ; હમ દેખેગ ન્યૂઝ: આ વર્ષના અંતથી લઈને આગામી વર્ષ વચ્ચે થનારા પાંચ રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીથી પહેલા જ તેની તૈયારી બધી જ પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

એક તરફ નવ વર્ષ સત્તામાં રહ્યા પછી બીજેપી ચૂંટણીને નજરમાં રાખીને જોડ-તોડ (ગઠબંધન બનાવવા અને તોડવા)માં લાગી છે, તો સત્તાથી બહાર રહેલી કોંગ્રેસ પણ ફૂકી-ફૂકીને પોતાની રાજકીય વ્યૂહરચના થકી જાળ પાથરી રહી છે.

ધ હિન્દૂમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત પછી તે અટકળો લગાવવામાં આવી રહી છે કે 2019માં એનડીએથી અલગ થઈ ચૂકેલી આ પાર્ટી એક વખત ફરીથી ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

સૂત્રોના હવાલાથી ધ હિન્દૂએ લખ્યું છે કે ચંદ્રબાબૂ નાયડૂ માની રહ્યાં છે કે આંધ્ર પ્રદેશમાં પીએમ મોદીની લોકપ્રિયતા અને પવન કલ્યાણના નેતૃત્વવાળી જન સેવા પાર્ટીની મદદથી તેઓ એક વખત ફરીથી સત્તામાં આવી શકે છે.

જોકે, બીજેપી હાલમાં તેમના સાથે હાથ મિલાવવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો- અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ, જાણો હવે કયા વાહનો થશે પસાર?

હિન્દૂએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે કેન્દ્રની બીજેપી સરકાર અને આંધ્રની વાય એસ જગન મોહન રેડ્ડી સરકાર વચ્ચે સારો તાલમેલ છે. સંસદમાં મહત્વપૂર્ણ બિલ પાસ કરાવવા બાબતે વાયએસઆર કોંગ્રેસ બીજેપીની વિશ્વાસુ પાર્ટનર રહી છે.

તેવામાં બીજેપી સૈદ્ધાંતિક રીતે ટીડીપી સાથે હાથ મિલાવવાની શક્યતાઓ શોધી રહી છે પરંતુ તે પોતાની વિશ્વાસપાત્ર પાર્ટીને પણ નજર અંદાજ કરવા માંગતી નથી.

હિન્દૂ લખે છે કે, બીજેપી માટે તેલંગાણામાં સંકટ વધારે મોટું છે કેમ કે એક તરફ અહીં પાર્ટીમાં નેતાઓ વચ્ચે અંદરોદર જ મતભેદ જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ અહીંની બધી 119 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવા પણ પાર્ટી માટે એક મોટો પડકાર છે.

કર્ણાટકમાં પણ બીજેપી માટે પડકારો ઓછા નથી. હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ સેક્યુલરનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ પાર્ટી હવે બીજેપી સાથે હાથ મિલાવીને લોકસભા ચૂંટણીમાં પોતાના નસીબ ચમકાવવા માંગે છે.

હિન્દૂના રિપોર્ટ અનુસાર, જો આ બન્ને ગઠબંધન કરી લે છે તો આનાથી પ્રદેશમાં વોક્કાલિગા સમુદાયના વોટ બીજેપીના પક્ષમાં આવી શકે છે અને પાર્ટી પ્રદેશમાં લિંગાયત પાર્ટીની પોતાની ઓળખને વધારે પ્રમાણમાં વિસ્તાર આપી શકે છે.

સૂત્રોના હવાલાથી લેખમાં કહેવામાં આવ્યું છે કે જનતા દળ હસન, માંડ્યા, બેંગ્લોર (ગ્રામીણ) અને ચિકબલ્લાપુર સીટો પોતાના માટે ઈચ્છે છે પરંતુ બીજેપી આના પર વિચાર કરી રહી છે.

બિહારમાં બીજેપીને આશા છે કે જેડીયુ અને આરજેડી સાથે આવવાથી નારાજ નેતા તેમના પક્ષમાં આવી શકે છે. બીજેપીનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા ભજવવા માટે નીતીશ કુમારને આગળ કરવાના કારણે સીએમ પર પર તેજસ્વી યાદવની દાવેદારી મજબૂત થઇ જશે જેનાથી જેડીયુના કેટલાક નેતાઓ નારાજ થઈ જશે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં એક લેખમાં લિજ મેથ્યૂ લખે છે કે પાછલા સમયમાં ટીડીપી, ઉદ્ધવ સેના, શિરોમણી અકાલી દળ અને જેડીયુ જેવી પાર્ટીઓને એનડીએને અલવિદા કહી દીધું છે, જે પછી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બીજેપી કોઈપણ ક્ષેત્રીય પાર્ટી સાથે ગઠબંધન કરવા ઈચ્છતી નથી.

આ પણ વાંચો- આખરે ધારાસભ્યની માગ ફળી; ખેત તલાવડીથી ખેતી કરતા ખેડૂતોને મળશે હવે વીજ કનેક્શન

કોંગ્રેસ શું કરી રહી છે તૈયારી?

ધ હિન્દૂમાં જ છપાયેલી એક અન્ય રિપોર્ટ અનુસાર તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ ના બે પૂર્વ નેતા પોનગુલેતી શ્રીનિવાસ રેડ્ડી અને જુલ્લપી કૃષ્ણ રાવ 12 જૂને કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

સમાચાર પત્ર લખે છે કે આ બંને નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસેથી પરત ફર્યા પછી 21 જૂને દિલ્હીમાં તેમના સાથે મુલાકાત કરશે, જે પછી સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાઇ જશે.

આ બંને નેતાઓને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે પાર્ટીમાંથી નિકાળવામાં આવ્યા હતા.

હિન્દૂએ એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાના હવાલાથી લખ્યું છે કે, રાજ્ય લગભગ સાતથી આઠ નેતા કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં કોંગ્રેસ ડિપ્ટી સીએમ સચિન પાયલટને મોટી જવાબદારી આપી શકે છે. તેમને આગામી વિધાનસભા ચૂંટણીથી પહેલા પ્રદેશમાં પાર્ટી પેનલના પ્રમુખ બનાવવામાં આવી શકે છે.

હાલમાં જ સચિન પાયલટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી નેતા રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસનું કહેવું છે કે તેમને 90 ટકા મુદ્દાઓને ઉકેલી લીધા છે અને જે બચ્યા છે તે મોટો મુદ્દા નથી.

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશમાં બજરંગ સેના નામનો એક ફેમસ દક્ષિણપંથી સંસ્થા ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે.

હાલમાં જ બીજેપી માંથી નીકળીને કોંગ્રેસમાં સામેલ દિપક જોશી ની કોશિશથી ગૌરક્ષા, ગૌશાળા નિર્માણ, હિન્દૂ સાધૂ-સંતોની રક્ષા અને મંદિરોમાં કામ કરનાર પૂજારીઓ માટે માસિક ભથ્થાની માંગ કરી રહેલી દક્ષિણપંથી સંસ્થા હવે કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે.

આ સંગઠન માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રણવીર પટેરિયાનું કહેવું છે કે તેઓ હાલમાં યુપી ચૂંટણીમાં યોગી આદિત્યનાથ માટે અને 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો- બિપરજોયની અસર: અલંગ દરિયાના ઘૂઘવાટા અને પવનોના સૂસવાટા શરૂ; 28 ગામો એલર્ટ પર

 

Back to top button