ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP પેટાચૂંટણીમાં ભાજપ 6 બેઠકો પર અને સપા 2 સીટો પર આગળ

Text To Speech
  • મત ગણતરી શરૂ થતાની સાથે જ ચૂંટણીના વલણો બહાર આવવા લાગ્યા

લખનઉ, 23 નવેમ્બર: ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે શનિવારે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મત ગણતરી શરૂ થતાં હવે આ તમામ 9 વિધાનસભા બેઠકો પર કોણ જીતશે તે નક્કી થશે. યુપીની 9 વિધાનસભા બેઠકો જ્યાં પેટાચૂંટણી યોજાઈ છે તેમાં મીરાપુર, કુંદરીકી, ગાઝિયાબાદ, ખેર, સીસામાઉ, ફુલપુર, કટેહરી, મઝવાં અને કરહલ છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી અને બાદમાં EVM મતોની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મત ગણતરી શરૂ થતાની સાથે જ ચૂંટણીના વલણો બહાર આવવા લાગ્યા છે.

ભાજપ 6 બેઠકો પર, સપા 2 સીટો પર આગળ

  1. ગાઝિયાબાદ- ભાજપ
  2. ખેર- ભાજપ
  3. મઝવાં- ભાજપ
  4. કટેહરી-ભાજપ
  5. કુંદરીકી-ભાજપ
  6. ફુલપુર- ભાજપ
  7. મીરાપુર- RLD
  8. સીસામાઉ- SP
  9. કરહાલ- SP

ગાઝિયાબાદ અને મઝવાંમાં ભાજપ આગળ

ગાઝિયાબાદ સિટી એસેમ્બલી (56) બેઠક પર ત્રીજા રાઉન્ડની મત ગણતરી બાદ BJPના સંજીવ શર્માને 13627 વોટ અને સપાના સિંહ રાજ જાટવને 1885 વોટ મળ્યા છે. આ રીતે ભાજપના સંજીવ શર્મા 11742 મતોથી આગળ છે. જ્યારે મિર્ઝાપુરની મઝવાં વિધાનસભા સીટ પર સપાના ડૉ. જ્યોતિ બિંદને 9133 વોટ મળ્યા, જ્યારે બીજેપીના સુચિસ્મિતા મૌર્યને 13607 વોટ મળ્યા. આ રીતે ભાજપ મઝવાં સીટ પર 4474 વોટથી આગળ છે.

આ પણ જૂઓ: વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ છે કે પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ

Back to top button