ભાજપ નેતાના પુત્રની કાળી કરતૂત, ધો. 5માં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ


રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ભાજપ નેતાના પુત્રએ ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યાનું સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે વિદ્યાર્થીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાજપ નેતાના પુત્રની કાળી કરતૂત આવી સામે
પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની કાળી કરતૂત સામે આવી છે. જેમાં ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવીન કારિયા પર ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે. ભાવીન કારિયાએ ધો. 5માં ભણતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.
ભાજપના નેતાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ
વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિના કપડા ઉતારીને અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે, આ મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ ભાજપના આગેવાન અને સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ‘કંઈક બતાવું’ કહીને પોતાની સાથે લઈ જઈને પકડા ઉતારી નાખ્યા હતા.આ ઘટનાથી ગભરાઈ ગઈ હતી અને તેને બુમાબુમ કરી હતી. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને વિદ્યાર્થીનીના વાળ ખેંચીને તેને માર માર્યો હતો. આ મામલે વિદ્યાર્થીનીના પરિવારને જાણ થતા તેઓએ ઓરોપી સામે અડપલાં અને દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે ફરિયાદને આધારે આરોપીને ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આમ ભાજપના નેતાના પુત્ર સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો : હાઈકોર્ટે વાલીઓની અરજી ફગાવી, જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેમને જ ધો.1માં પ્રવેશ અપાશે