

ચૂંટણીના માહોલ વચ્ચે તોડજોડની રાજનીતિ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં સૌથી મોટી ઘટના સામે આવી છે. જ્યારે એક તરફ કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે 5 સપ્ટેમ્બરના અમદાવાદ આવી રહ્યા છે ત્યારે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે.
રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસમાં ભંગાણના સમાચારથી ગુજરાત કોંગ્રેસની સ્થિતિ નાજુક બની રહી છે. છેલ્લા ઘણાં સમયથી હાર્દિકના નજીક ગણતાં વિશ્વનાથસિંહ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી હતી. આખરે તમામ પર આજે પૂર્ણવિરામ લાગી ગઈ છે. જેની સાથે જ વિશ્વનાથસિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો પણ તેજ થઈ છે.
આ પણ વાંચો : હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ધામા નાખશે, રિવરફ્રન્ટ ખાતે 5 સપ્ટેમ્બરે મહાસંમેલન