ગાંધીનગરથી દિલ્હી સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ભાજપ-એનડીએના નેતાઓ
નવી દિલ્હીઃ સ્વચ્છાંજલીના ભાગરૂપે આજે પહેલી ઑક્ટોબરે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી સ્વચ્છાગ્રહની હાકલને પગલે તમામ રાજ્યમાં ભાજપના નેતાઓ, મુખ્યપ્રધાનો, ભાજપના વિરોધપક્ષના નેતાઓ, ભાજપ પ્રમુખો, મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા અને સાંકેતિક સ્વચ્છતા દ્વારા દેશના નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા, તો મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાનો એમ લગભગ દરેક રાજ્ય અને શહેરમાં ભાજપ તથા એનડીએના નેતાઓ સ્વચ્છાંજલીમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને એક તારીખ એક કલાક એક સાથ ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાનમાં ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢનો ટેકરો, સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સહભાગી થયા હતા. તેમણે રાજ્યમાં આ અભિયાન માં સૌ નાગરિકોને જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.
એ જ પ્રમાણે સુરત શહેર નાનપુર ખાતે શ્રમદાન સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
જૂઓ વીડિયોઃ
VIDEO | Union minister @M_Lekhi and BJP president @JPNadda participate in cleanliness drive ‘Swachhata Pakhwada’ in New Delhi. pic.twitter.com/3xjNFWZjHN
— Press Trust of India (@PTI_News) October 1, 2023
#WATCH | Maharashtra CM Eknath Shinde interacts with children as he arrives to attend the ‘Swachhata Hi Seva’ program organized by BMC in Mumbai. pic.twitter.com/2hR1htK6CD
— ANI (@ANI) October 1, 2023
આ પણ વાંચોઃ સુરતમાં સી.આર.પાટીલે શ્રમદાન કર્યું, સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી