અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ભાજપ નેતા યમલ વ્યાસની નિમણૂક

Text To Speech

ગાંધીનગર, 4 નવેમ્બર, 2024: ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ નિમણૂક કરવામાં આવી છે. રાજભવન વતી રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જારી પરિપત્રમાં જણાવ્યા મુજબ, ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂક બાદ યમલ વ્યાસ ટૂંક સમયમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અને સભ્યપદેથી રાજીનામું આપશે. બંધારણીય હોદ્દા માટે નિમણૂક થતાં આ રાજીનામું આપવું જરૂરી હોય છે. રાજીનામું આપ્યા બાદ નવી જવાબદારી સંભાળશે.

વાસ્તવમાં આ પદ છેલ્લા પાંચ વર્ષથીખાલી હતું. અગાઉ ભરત ગરીવાલા નાણાપંચના અધ્યક્ષ હતા. હવે આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે.

યમલ વ્યાસઃ HDNews

ચાર્ટર્ડ એકાઉન્ટ યમલ વ્યાસ 2011થી 2015 દરમિયાન ગુજરાત રાજ્યના ત્રીજા નાણાપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલમાં સરકારના નોમિની તરીકે પણ તેમણે બે વખત સેવા આપી હતી. આ સિવાય તેઓ ગુજરાત રાજ્યની નાણાકીય સેવાઓ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ હતા.

આ પણ વાંચોઃ એ સોનું જે હિન્દુઓ અને શીખો છોડી ગયા હતા, તેના પર પાકિસ્તાનીઓ તાગડધિન્ના કરે છે!

Back to top button