

બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયું છે. ગોવા પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે 42 વર્ષીય સોનાલીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું સોનાલી ફોગટની બહેને જણાવ્યું કે સોનાલી ફોગટે સોમવારે સવારે તેની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે મને કંઈક ખોટું લાગે છે. એવું લાગે છે કે મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે.
સોનાલીએ મૃત્યુ પહેલા માતાને કર્યો હતો ફોન
સોનાલીની બહેને જણાવ્યું કે તેમની વચ્ચે એક દિવસ પહેલા વાત થઈ હતી. આ દરમિયાન સોનાલી ફોગાટે કહ્યું હતું કે તે ઠીક છે. શૂટ કરવા જવાનું છે.તેણીએ કહ્યું હતું કે તે 27મીએ પરત આવશે. તેણે કહ્યું જ્યારે સોમવારે સવારે આ બન્યું ત્યારે તેણે તેની માતા સાથે વાત કરી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે ખોરાક ખાધા પછી તેના શરીરમાં કંઈક ગડબડ તહી રહી છે.ખાવામાં કંઈક ખોટું આવી ગયું છે. કદાચ કોઈ કાવતરું કરી રહ્યું છે.