

બુધવારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીના ધાબળા વિતરણ કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતા. નાસભાગની ઘટનામાં 5 લોકો ઘાયલ પણ થયા છે. તમામને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાંથી શુભેન્દુ અધિકારી ગયા બાદ ધાબળો લેવા માટે એકઠી થયેલી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.
આ પણ વાંચો : ચીન સાથે વધતા વેપાર પર સરકારે સંસદમાં શું કહ્યું? આંકડાઓને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી