ટ્રેન્ડિંગનેશનલ

BJP નેતા શહજાદ પૂનાવાલાનો વિપક્ષની બેઠક પર ટોણો, કહ્યું આવું

Text To Speech

2024ની લોકસભા ચૂંટણી પહેલા શુક્રવારે (23 જૂન) બિહારમાં વિરોધ પક્ષોની બેઠક બાદ BJP નેતા શહજાદ પૂનાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. શહઝાદ પૂનાવાલાએ શનિવારે ટોણો મારતા ટ્વિટ કર્યું અને કેરળમાં કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડથી લઈને દિલ્હીમાં કોંગ્રેસની કલમ 370 પર AAPને નિશાન બનાવવા સુધીના ઘણા મુદ્દા ઉઠાવ્યા.

શહજાદ પૂનાવાલાએ કર્યું ટ્વિટ

બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, ”આ વિપક્ષી એકતાનો અદ્ભુત પરિચય છે. કેરળમાં ડાબેરીઓની ક્રાઈમ બ્રાન્ચે ભ્રષ્ટાચારના આરોપમાં કેરળ કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડ કરી હતી અને બીજી તરફ કોંગ્રેસ પ્રતિશોધના નારા લગાવી રહી છે. બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસે કલમ 370 પર AAPને અરીસો બતાવ્યો છે. જ્યારે ટીએમસીએ નીતિશ બાબુને પરેશાન કર્યા ત્યારે AAPને બધાને દાંત બતાવ્યા… શું વિચિત્ર મિત્રતા છે વિપક્ષી પાર્ટીઓની! ”

વિપક્ષની બેઠક બાદ ભાજપે કર્યો શાબ્દીક હુમલો

પટનામાં વિપક્ષી દળોની બેઠક બાદ ભાજપે વિપક્ષ પર શાબ્દિક પ્રહારો ચાલુ રાખ્યા છે અને એક પછી એક નવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતાકહ્યું હતું કે, આજે (23 જૂન) પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર એકસાથે આવી રહ્યા છે અને સંદેશ આપવા માંગે છે કે અમે NDA અને નરેન્દ્ર મોદીને પડકાર આપીશું. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે હું બધાને કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા હાથ મિલાવશો, તમારી એકતા શક્ય નથી અને જો તેમ થાય તો પણ જનતા નરેન્દ્ર મોદીને 2024ની ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતીને ફરીથી વડાપ્રધાન બનાવશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ED-CBIથી ડરવાની જરૂર નથી- 2024માં BJPની હાર સુનિશ્ચિત: સત્યપાલ મલિકના તીખા બોલ

Back to top button