ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા
ભાજપના નેતા પ્રવીણ ખંડેવાલે મેણું મારતા કહ્યું, ‘અરવિંદ કેજરીવાલને સજા મળી’


નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025 : દિલ્હીમાં કોણ જીતશે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. સવારે 10 વાગ્યા સુધીના આંકડા મુજબ, ભાજપ 43 બેઠકો પર અને AAP 26 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. અહીં સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે.
ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું, “એક તરફ લોકોએ અન્ય ભાજપ રાજ્ય સરકારોનું કામ જોયું અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ હતા જેમણે 10 વર્ષ સુધી જુઠ્ઠાણા સિવાય કંઈ કર્યું નહીં. બંનેની તુલના કર્યા પછી, જનતાએ પોતાનો ટેકો અને વોટ વડાપ્રધાન મોદીને આપ્યો. આ કારણે, આજે ભાજપ દિલ્હીમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. અમે દિલ્હીમાં વિકાસની નવી સ્ટોરી લખીશું. દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને તેમના જુઠ્ઠાણાઓ માટે મોટી સજા આપવા જઈ રહ્યા છે.”