નેશનલ

કપિલ મિશ્રાનો મનીષ સિસોદિયાને પડકાર, નાર્કો ટેસ્ટ અથવા માફી

Text To Speech

હવે BJP નેતા કપિલ મિશ્રાએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નાર્કો ટેસ્ટ માટે પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું હતું કે, મનિષ સિસોદિયા આજે સાંજે 5 વાગ્યા સુધી મારી લાઈવ ડિરેક્ટર ટેસ્ટ/નાર્કો ટેસ્ટનો સ્વીકાર કરો અથવા CBI વિશે જૂઠ્ઠુ બોલવા બદલ માફી માંગો. કેજરીવાલની લૂંટ અને જૂઠના મોડેલને મારો ખુલ્લો પડકાર. કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, એક એવો વ્યક્તિ જે આરોપી છે તે પોતાના જ તપાસકર્તાઓ વિરૂદ્ધ ખોટા નિવેદનો આપી રહ્યો છે. હું આજે તેમને ખુલ્લી ચેલેન્જ આપુ છું.

દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં CBIએ રવિવારના રોજ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને સમન્સ પાછવીને સોમવારના રોજ પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું. કૌભાંડની તપાસ કરી રહેલી CBIએ મનીષ સિસોદિયાની આશરે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ CBIની ઓફિસમાંથી બહાર નીકળેલા સિસોદિયાએ કહ્યું હતું કે, ત્યાં કોઈ કૌભાંડની તપાસ નથી થઈ રહી. તેમને CMની ખુરશીની લાલચ આપવામાં આવી હતી. તેમના ઉપર AAPને છોડવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

જો કે ત્યારબાદ CBI તરફથી નિવેદન જાહેર કરીને મનીષ સિસોદિયાની વાતોને નકારી કાઢવામાં આવી હતી. CBIએ કહ્યું હતું કે, મનીષ સિસોદિયાની કાયદાકીય રીતે પૂછપરછ કરવામાં આવી હતી. તેમને એક્સાઈઝ નીતિમાં થયેલા કૌભાંડ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. CBI તેમના જવાબોનું વિશ્લેષણ કરશે અને પછી આગળની કાર્યવાહી માટે વ્યૂહરચના ઘડશે.

Back to top button