સહકારી ક્ષેત્રમાં ભાજપ અગ્રેસર ! છોટાઉદેપુરના સહકારી આગેવાનોએ કોંગ્રેસને કર્યા રામ-રામ
- છોટાઉદેપુર જીલ્લામાં સહકારી ક્ષેત્રે કોંગ્રેસમાં ગાબડું પડ્યું
- સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા
- પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આગેવાનોએ કેસરિયા કર્યા
છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણી પહેલા સહકારી ક્ષેત્રે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સહકારી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નેતૃત્વમાં આ તમામ ભાજપમાં જોડાયા છે.
સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા
આપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણની સ્થિતિ સર્જાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના સહકારી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. સહકારી આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નેતૃત્વમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. ભાજપનાં મહામંત્રી રજની પટેલ હસ્તે સહકારી ક્ષેત્રના આગેવાનો કેસરિયા કરશે.
બોડેલી કોંગ્રેસમાં ભંગાણ
મહત્વનું છે કે આગામી સમયમાં સહકારી સંસ્થાની ચૂંટણી આવી રહી છે. આ પહેલા જ છોટાઉદેપુરના બોડેલીમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. બોડેલી APMCના ચાર ડિરેક્ટરો ભાજપમાં જોડાઈ ગયા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સાથે બોડેલી તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દિવ્યેશ સહિત 7 લોકો ભાજપમાં સામેલ થયા છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં વધુ એક ચકચારી ઘટના ! ડેપ્યુટી સીએમઓની હોટલમાં લટકતી લાશ મળી