ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ
દિલીપ સંઘાણીની ‘હાર્દિક’ ટકોર, રાજકીય ભવિષ્ય અંગે શું કહ્યું સંઘાણીએ ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું પૂરજોશમાં મતદાન થઈ રહ્યું છે. અમરેલીમાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મતદાન કર્યું. કૉંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને મતદાન બાદ દિલીપ સંઘાણીએ સલાહ આપી છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
દિલીપ સંઘાણીએ હાર્દિકને શું આપી સલાહ ?
ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યું કે, ‘હાર્દિક પટેલ ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે, નહીં તો નુકસાન થશે. ભાજપે હાર્દિક પટેલને પાસ આંદોલનના કારણે નહીં પણ ભાજપની વિચારધારાનો તેણે સ્વીકાર કર્યો છે તેને આધારે પક્ષનો સભ્ય બનાવ્યો છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ભાજપનું ભવિષ્ય સારું છે, જ્યારે હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.
