ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા ભાજપમાં આંતરિક કલેહ! મેયરની પત્રિકા કાંડમાં ભાજપના નેતાની ધરપકડ

વડોદરામાં મેયર વિરુદ્ધ પત્રિકા કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકાકાંડમાં બે કાર્યકરની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે ભાજપના નેતા અલ્પેશ લીંબાચિયાની પણ ધરપકડ કરી છે.

ભાજપના કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાની ધરપકડ

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગતરાત્રે જ પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબચિયાની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી છે. લીંબચિયા vmc માં શાસક પક્ષના પૂર્વ નેતા અને ભાજપ કોર્પોરેટર છે, વડોદરા ભાજપમાં ચાલતી ખટપટ બહાર આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

મેયર નિલેશ રાઠોડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકા મોકલાઈ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરામાં મેયર અને તેમના ભાઈઓ વિરુદ્ધ સનસનીખેજ આરોપો સાથેની પત્રિકા હોદ્દેદારોને પોસ્ટ મારફતે મોકલવામાં આવી હતી. જેમાં વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડ સામે ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો લગાવાવમાં આવ્યા હતા. આ પત્રિકાએ ભાજપમાં ખળભળાટ મચાવ્યો હતો. વડોદરાના પ્રથમ નાગરિકની સાથે શહેર ભાજપના આબરૂના ધજાગરા ઉડાવી દેનાર આ પત્રિતા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે અમિત લીંબાચિયા તથા અન્યની ધરપકડ કરી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ-humdekhengenews

ક્રાઈમબ્રાન્ચે તપાસ તેજ કરી

તમને જણાવી દઈએ કે અમિત લીંબાચિયાએ પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા ના સાળા થાય છે.આ ધરપકડ દરમિયાન અલ્પેશ લીંબાચિયાએ પોતાના શાસક પક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે અમિત લીંબચિયાનું ભાજપનું સભ્યપદ છીનવાયુ હતું. જોકે અમિત લીંબચિયા તથા અન્યના ગતરોજ જામીન મુક્ત થયા છે. પરંતુ અમિત લીંબચિયા એટલો સક્ષમ ન હોવાના કારણે તેની પાસે હોદ્દેદારોના સરનામા તથા પત્રિકામાં લખેલા અન્ય આરોપોની વિગતો કેવી રીતે આવી તે સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી હોવાનું સામે આવ્યું છે.

કાર્યવાહીમાં થઈ શકે છે મોટો ખુલાસો

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અમિત લીંબાચિયા અને અલ્પેશ લીંબચિયાની ઓફિસનું પ્રિન્ટર, લેપટોપ સહિતનો સામાન પણ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થાય તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીને લઈ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

 આ પણ વાંચો : મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, દાહોદ જિલ્લો સજ્જડ બંધ, પ્રદર્શનકારીઓએ ટાયરો બાળ્યા

Back to top button