ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લંડનમાં ભારતીય વિદ્યાર્થી ગુમઃ BJP નેતાએ એસ જયશંકરને મદદ માટે અપીલ કરી

Text To Speech

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: યુનાઇટેડ કિંગડમની લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ગુરશ્માન સિંહ ભાટિયા નામનો ભારતીય વિદ્યાર્થી 15 ડિસેમ્બરથી લંડનમાંથી ગુમ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની જાણકારી આપી છે તેમજ આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરને મદદની મદદ માગી છે. મનજિન્દર સિરસાના જણાવ્યા અનુસાર, જીએસ ભાટિયા છેલ્લીવાર 15 ડિસેમ્બરે ઇસ્ટ લંડનમાં કેનેરી વ્હાર્ફમાં દેખાયો હતો. તેમણે લોફબોરો યુનિવર્સિટી અને ભારતીય હાઈ કમિશનને પણ તેને શોધવાના પ્રયાસમાં જોડાવા વિનંતી કરી છે.

આ સાથે જ મનજિન્દર સિરસાએ ગુમ થયેલા વિદ્યાર્થીનું રેસિડન્ટ પરમિટ અને કોલેજ આઈડી કાર્ડ પણ શેર કર્યું છે. તેઓએ આ માહિતી વધુથી વધુ લોકોને શેર કરવા જણાવી છે. કોઈપણ માહિતી ધરાવનારને બે નંબરો પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે: +917841000005 અથવા +447387431258. મનજિન્દર સિરસાએ સામાન્ય લોકોને પણ આ મેસેજ વિદ્યાર્થીના સગા-વ્હાલાં અને પરિચિતો સુધી પહોંચાડવાની અપીલ કરી છે. જેનાથી લાપતા વિદ્યાર્થીને જલ્દીથી શોધી શકાય.

ભાજપના નેતાની પોસ્ટના જવાબમાં લોફબોરો યુનિવર્સિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રિચાર્ડ ટેલરે કહ્યું કે તેઓએ પોલીસને જાણ કરી છે. તેમણે  કહ્યું કે,  અમે ભારતીય વિદ્યાર્થીના મિત્રો અને પરિવારના સંપર્કમાં છીએ. તેમજ યુકે પોલીસને પણ આ અંગે તમામ જાણકારી આપવામાં આવી છે. ભાટિયાને બે વર્ષની યુકે રેસિડન્સ પરમિટ આપવામાં આવી છે, જે 2 જૂન 2024 સુધી માન્ય છે. સિરસાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા તેના યુનિવર્સિટી ઓળખ કાર્ડ મુજબ તે પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી હતો.

આ પણ વાંચો: લિબિયાના દરિયા કિનારે જહાજ ડૂબવાથી બાળકો-મહિલાઓ સહિત 61 પ્રવાસીઓના મૃત્યુ

Back to top button