ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘તભી તો સબ મોદી કો ચૂનતે હૈ’, ભાજપે લોકસભા ચૂંટણીનું નવું સ્લોગન કર્યું લૉન્ચ

Text To Speech

નવી દિલ્હી, 25 જાન્યુઆરી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય દળો હવે પ્રચારની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભા ચૂંટણી 2024 માટે રણશિંગુ ફૂંક્યું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. આ દરમિયાન ભાજપનું ખાસ ચૂંટણી સ્લોગન પણ બહાર પાડવામાં આવ્યું છે. પીએમ મોદી આજે નમો નવ મતદાતા સંમેલનને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ થીમ સૉન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

 

‘તભી તો સબ મોદી કો ચૂનતે હૈ’

ભાજપે ચૂંટણી પ્રચાર માટે ખાસ સ્લોગન તૈયાર કર્યું છે. પાર્ટીએ સ્લોગન આપ્યું છે – ‘સપને નહીં હકીકત બૂનતે હૈ, ઈસિલિયે તો મોદી ચૂનતે હૈ’. પાર્ટીનું કહેવું છે કે આ સ્લોગન ખરેખર જનતા તરફથી જ આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે લોકોની ભાવનાઓને સમજીને પાર્ટીએ આ સૂત્ર અપનાવ્યું છે. નવું સ્લોગન પાર્ટીના મોદી ગેરંટી અભિયાનને પૂરક બનાવે છે.

ચૂંટણી સ્લૉગન લોકોની ભાવનાથી જોડાયેલું

ન્યૂ વોટર કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પ્રચારના પ્રારંભે એક ખાસ વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પીએમ મોદીએ કરોડો ભારતીયોના સપનાને સાકાર કર્યા છે. બીજેપીનું માનવું છે કે પાર્ટીનું ચૂંટણી સ્લોગન માત્ર થોડા લોકોની નહીં પરંતુ લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને આ અભિયાનને સમગ્ર દેશના લોકો સુધી લઈ જવાની અપીલ કરી છે.

અભિયાનનું મુખ્ય ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે જે ખૂબ જ ભાવુક શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાર્ટીએ તબક્કાવાર ડિજિટલ હોર્ડિંગ્સ, ડિસ્પ્લે બેનરો અને ડિજિટલ ફિલ્મો વગેરે રિલીઝ કરવાનું પણ આયોજન કર્યું છે. આ ઝુંબેશ એ વાત પર ભાર મૂકશે કે પીએમ મોદીએ તેમના વચનો પૂરા કર્યા છે અને તેથી તે સ્વાભાવિક પસંદગી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : પાંચ લાખની લીડથી લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો ભાજપ નો સંકલ્પ

Back to top button